Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હેવાન છે Kolkata Rape નો આરોપી સંજય, તેણે.....

સંજય રોયની આખી કુંડળી પણ સામે આવી સંજય ગર્ભવતી પત્ની પર અત્યાચાર ગુજારતો ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ સંજય સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી જો તે સમયે કડક કાર્યવાહી થઇ હોત તો મહિલા ડોક્ટરનો જીવ બચી જાત Kolkata...
હેવાન છે kolkata rape નો આરોપી સંજય  તેણે
Advertisement
  • સંજય રોયની આખી કુંડળી પણ સામે આવી
  • સંજય ગર્ભવતી પત્ની પર અત્યાચાર ગુજારતો
  • ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ સંજય સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી
  • જો તે સમયે કડક કાર્યવાહી થઇ હોત તો મહિલા ડોક્ટરનો જીવ બચી જાત

Kolkata Rape: કોલકાતાની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરીને બર્બરતાપૂર્વક હત્યા (Kolkata Rape) કરવાના બનાવમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. હૈવાનિયતની હદ પાર કરનારો આરોપી સંજય રોય ગુનાઇત ભુતકાળ ધરાવે છે અને ભુતકાળમાં જો તેની સામે પોલીસે કડક કાર્યવાહી કરી હોત તો કદાચ મહિલા ડોક્ટર સાથે આ ખરાબ બનાવ ના બન્યો હોત.

Advertisement

સંજય રોયની આખી કુંડળી પણ સામે આવી

પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઘટના ખૂબ જ દર્દનાક છે. તે ખુબ જ ભયાવહ છે. એક જુનિયર લેડી ડોક્ટર, જે પોતાનું કામ પતાવીને સૂઈ રહી હતી, તેની સાથે એવી નિર્દયતાથી વર્તન કરવામાં આવ્યું કે સાંભળનારાઓ પણ કંપી જાય. ઘાતકી સંજય રોયે પહેલા લેડી ડોક્ટર પર દુષ્કર્મ કર્યું અને પછી તેની હત્યા કરી હતી. મહિલા ડૉક્ટરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જણાવે છે કે સંજય રોયે તેના પર કેવી રીતે અત્યાચાર કર્યો હતો. તે જ સમયે, આ કેસ ખુલ્યા પછી, સંજય રોયની આખી કુંડળી પણ ખુલ્લેઆમ સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો---Post Mortem : હવસની આગ બુઝાવ્યા બાદ પીડિતાને....

Advertisement

સંજય ગર્ભવતી પત્ની પર અત્યાચાર ગુજારતો

પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે સંજયે ઘણીવાર લગ્ન કરેલા છે પરંતુ હવે તેની કોઈ પત્ની તેની સાથે રહેતી નથી. તેમાંથી તેની એક પત્ની તો એવી છે કે જે ગર્ભવતી હતી ત્યારે સંજયે તેની પર અત્યાચાર ગુજાર્યો હતો. અહેવાલ મુજબ, આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓને સંજય વિરુદ્ધ તેની પૂર્વ પત્ની દ્વારા કાલીઘાટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે વર્ષ જૂની ફરિયાદ મળી છે. આ ફરિયાદ અંગે સંજયની પૂર્વ સાસુ દુર્ગા દેવીએ જણાવ્યું કે જ્યારે તેની પુત્રી ત્રણ મહિનાની ગર્ભવતી હતી ત્યારે સંજય તેને રોજ મારતો હતો.

ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી

દુર્ગા દેવીના જણાવ્યા અનુસાર, 'તેણે 4 ઓગસ્ટ 2022ના રોજ કાલીઘાટ પોલીસ સ્ટેશનમાં તેની પુત્રી વતી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બે વખત આગળ કરવામાં આવી હતી, પરંતુ સંજય સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે જો તે સમયે સંજય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોત અને તેને સજા થઈ હોત, તો કોલકાતાના જુનિયર ડૉક્ટરનો જીવ બચી ગયો હોત. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે સંજય પોલીસ કલ્યાણ બોર્ડના કેટલાક અધિકારીઓની તેના પર કૃપા દ્રષ્ટી હતી અને તેથી જ તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો---- Kolkata : બળાત્કાર અને હત્યા કેસમાં પોલીસે TMC સાંસદને મોકલ્યું સમન્સ, પૂછપરછ થશે...

હત્યા બાદ સંજય કોઈ ચિંતા કર્યા વગર સૂઈ ગયો હતો

કોલકાતાની જુનિયર લેડી ડોક્ટર પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરનાો સંજય રોય હવે જેલના સળિયા પાછળ છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. જો કે, તેના ચહેરા પર તેના કાર્યો માટે કોઈ પસ્તાવો દેખાતો નથી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ સંજય સીધો તેની બેરેકમાં જઈને સૂઈ ગયો હતો. આ પછી, જ્યારે તે જાગ્યો ત્યારે તેણે તેના લોહીના ડાઘવાળા કપડાં ધોયા જેથી તે પકડાઈ ન જાય. જે સમયે સંજયની ધરપકડ કરવામાં આવી તે સમયે તે એકદમ નોર્મલ હતો. પોલીસ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ્યા બાદ તેણે એમ પણ કહ્યું કે તેને ફાંસી આપી દેવી જોઈએ.

એ રાત્રે સંજય બે વાર હોસ્પિટલમાં આવ્યો

સીસીટીવી ફૂટેજ પરથી પોલીસને ખબર પડી કે સંજય ગુરુવારે બે વખત હોસ્પિટલમાં ગયો હતો. પહેલા રાત્રે 11 વાગ્યે અને પછી એ જ રાત્રે 3:30 વાગ્યે. સંજયના મિત્રનો એક પરિચિત હોસ્પિટલમાં દાખલ હતો અને તે તેને જોવાના બહાને હોસ્પિટલમાં દાખલ થયો હતો. તે પોલીસમાં નાગરિક સ્વયંસેવક હોવાથી, જ્યારે તે હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી ન હતી. સંજય કોલકાતાના સોલ્ટ લેકમાં સિટી પોલીસની ચોથી બટાલિયનની બેરેકમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ સંજય શુક્રવારે સવારે બેરેકમાં સુઈ ગયો હતો.

આ પણ વાંચો---- વર્ષ 2022 માં દરરોજ સરેરાશ આશરે 86 Rape Case નોંધાયા: NCRB

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Delhi : શાહીન બાગમાં આવેલા જૂતાના શોરૂમમાં લાગી ભયાનક આગ!

featured-img
બિઝનેસ

Twitter નો આઇકોનિક બ્લુ બર્ડ લોગો વેચાઈ ગયો, જાણો કેટલી લાગી બોલી

featured-img
સુરત

સુરતની નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, નવજાત બાળકની થઇ ચોરી

featured-img
આઈપીએલ

IPL 2025 : વિરાટ કોહલી પાસે પહેલી જ મેચમાં ઇતિહાસ રચવાની તક!

featured-img
ગુજરાત

મિલકતના દસ્તાવેજ નોંધણી માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કરવું ફરજિયાત બનશે

featured-img
રાષ્ટ્રીય

Bihar માં STFનું એન્કાઉન્ટર, તનિષ્ક શોરૂમ લૂંટનાર ગુનેગાર ચુનમુન ઝાનું મોત

Trending News

.

×