KKR vs PBKS Match 2024: જોની બેયરસ્ટોએ IPL ની ગાથામાં પંજાબને પહેલા પાના પર સ્થાન અપાવ્યું
KKR vs PBKS Match 2024: IPL 2024 ની 17 મી સિઝનની મેચ નંબર-42 માં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 8 વિકેટે હરાવ્યું. મેચમાં કોલકાતાએ પંજાબને જીતવા માટે 262 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે તેણે 8 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. T20 ક્રિકેટ અને IPL ના ઈતિહાસમાં આ સૌથી મોટો રન ચેઝ સાબિત થયો છે.
કોલકત્તા-પંજાબની મેચમાં કોલકત્તાએ પ્રથમ બેટિંગ કરી
સોલ્ટે 37 બોલમાં સૌથી વધુ 75 રન બનાવ્યા
IPL ના ઈતિહાસમાં કોલકત્તા-પંજાબ વચ્ચે 32 મેચ રમાઈ
આ મેચમાં જોની બેયરસ્ટો પંજાબ કિંગ્સની જીતનો હીરો હતો. બેયરસ્ટોએ 48 બોલમાં અણનમ 108 રન બનાવ્યા જેમાં 9 છગ્ગા અને 8 ચોગ્ગા સામેલ હતા. શશાંક સિંહે પણ માત્ર 28 બોલમાં 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. શશાંકે પોતાની ઇનિંગમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. તો પ્રભસિમરન સિંહે માત્ર 20 બોલમાં 54 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે.
.@PunjabKingsIPL are roaring again 🦁
A special victory at the Eden Gardens for #PBKS who secure the highest successful run chase in the IPL and T20s ❤️
Scorecard ▶️ https://t.co/T9DxmbgIWu#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/FNxVD8ZeW6
— IndianPremierLeague (@IPL) April 26, 2024
આ પણ વાંચો: નેપાળ પહોંચેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને રિસીવ કરવા માટે મોકલાયો ‘છોટા હાથી’, Video Viral
સોલ્ટે 37 બોલમાં સૌથી વધુ 75 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે છ વિકેટે 261 રન બનાવ્યા હતા. કોલકાતા માટે ફિલ સોલ્ટે 37 બોલમાં સૌથી વધુ 75 રનની ઇનિંગ રમી હતી. જેમાં 6 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સુનીલ નારાયણે 71 રન બનાવ્યા હતા. તો નરેને 32 બોલની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. નરેન-સોલ્ટે મળીને 10.2 ઓવરમાં 138 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. પંજાબ તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: SRH Vs RCB: રજત પાટીદારે 19 બોલમાં તોફાની અડધી સદી ફટકારી
IPL ના ઈતિહાસમાં કોલકત્તા-પંજાબ વચ્ચે 32 મેચ રમાઈ
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન કોલકાતાએ 21 મેચ જીતી હતી. જ્યારે પંજાબ કિંગ્સે માત્ર 11 જ જીત મેળવી હતી જ્યારે છેલ્લી વખત બંને ટીમો ઈડન ગાર્ડન્સમાં મળી હતી, ત્યારે KKR પાંચ વિકેટે જીતી હતી.
આ પણ વાંચો: SRH vs RCB : 6 મેચ હાર્યા બાદ RCB ની જીતનો સુરજ ઉગ્યો