Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KABUTARBAJI : કબુતરબાજીમાં મહેસાણાનો કિરણ પટેલ સામેલ હોવાની શંકા

કબુતરબાજીમાં મહેસાણાના કિરણ પટેલના નામની ચર્ચા દિલ્હીના શશી રેડ્ડી સાથે મહેસાણા કિરણ પટેલનું નામ:સૂત્ર કિરણ પટેલ મહેસાણા તાલુકાના સાલડી ગામનો રહેવાસી સાલડી ગામમાં ભૂતકાળમાં ઉચ્ચ હોદ્દા પર રહેલો:સૂત્ર કિરણ પટેલ એક શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલો હતો:સૂત્ર 300થી વધુ પ્રવાસીઓ...
kabutarbaji   કબુતરબાજીમાં મહેસાણાનો કિરણ પટેલ સામેલ હોવાની શંકા

કબુતરબાજીમાં મહેસાણાના કિરણ પટેલના નામની ચર્ચા
દિલ્હીના શશી રેડ્ડી સાથે મહેસાણા કિરણ પટેલનું નામ:સૂત્ર
કિરણ પટેલ મહેસાણા તાલુકાના સાલડી ગામનો રહેવાસી
સાલડી ગામમાં ભૂતકાળમાં ઉચ્ચ હોદ્દા પર રહેલો:સૂત્ર
કિરણ પટેલ એક શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલો હતો:સૂત્ર

Advertisement

300થી વધુ પ્રવાસીઓ ભરીને મધ્ય અમેરિકા (Central America) જઈ રહેલા વ્યકિતગત કામે ભાડે લેવાયેલા વિમાનમાં 100 જેટલાં ગુજરાતી (Gujarati) ઓ હોવાની વાત સામે આવ્યા બાદ. મહેસાણા જિલ્લા (Mahesana District) માં રહેતા કિરણ પટેલ અને તેના સાથીદાર શશીનું નામ હાલ એજન્ટ બજારમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

ફ્રાંસમાં વિમાન અટકાવાયું હતું

Advertisement

રોમાનિયન ચાર્ટર કંપની (Romanian Charter Company) લિજેન્ડ એરલાઈન્સના વિમાન A 340 એ ઈંધણ પૂરાવવા માટે ફ્રાંસ (France) ના વેટરી એરપોર્ટ (Paris-Vatry Airport) પર ઉતરાણ કર્યું હતું. આ સમયે ગુપ્ત બાતમીના આધારે વિમાનને અટકાવાયું હતું. ઓથોરિટીને બાતમી મળી હતી કે, વિમાનમાં લઈ જવાતા પ્રવાસીઓની માનવ તસ્કરી થઈ રહી છે. આ વિમાન સંયુક્ત આરબ અમિરાત (UAE) થી આવ્યું હતું અને મધ્ય અમેરિકાના નિકારાગુઆ (Nicaragua) જઈ રહ્યું હતું. આ વિમાનમાં 303 પ્રવાસી હતા. દેશના એન્ટી-ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ “જુનાલ્કો’ (Anti-Organized Crime Unit JUNALCO) એ આ કેસની તપાસ હાથ ધરી છે. આ કેસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં પ્રવાસ કરી રહેલા ભારતીયો અમેરિકા અથવા કેનેડામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે મધ્ય અમેરિકાના દેશમાં જઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે.

મહેસાણાના કિરણ પટેલનું નામ સામે આવ્યું

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર 300થી વધુ પ્રવાસી ભરેલા વિમાનમાં 70 ટકા ભારતીય સામેલ છે. જેમાં 20 ગુજરાતીઓ હોવાની વાતો સામે આવી રહી છે. છેલ્લાં અઢી એક વર્ષથી કબૂતરબાજીના ધંધામાં સક્રિય બનેલા કિરણ પટેલ નામના એજન્ટનું નામ હાલ સામે આવી રહ્યું છે. કિરણ શશી રેડ્ડી ઉર્ફે શશી હૈદરાબાદી સાથે મળીને અગાઉ પણ ઢગલાબંધ વિદેશ વાંચ્છુઓને અમેરિકા વાયા મેક્સિકો (US via Mexico) મોકલી ચૂક્યો છે. કહેવાય છે કે, ચાર આંકડામાં એજન્ટ ટોળકીએ પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પહોંચાડ્યા છે. કબૂતરબાજીના આ કૌભાંડમાં ગુજરાત (Gujarat) સિવાય અન્ય રાજ્યોના એજન્ટો પણ સામેલ હોવાની માહિતી સામે આવી રહી છે.

કિરણ પટેલ મહેસાણા તાલુકાના સાલડી ગામનો રહેવાસી

પ્રાપ્ત માહિતી મુજબ કબુતરબાજીમાં મહેસાણાના કિરણ પટેલના નામની ચર્ચા શરું થતાં મહેસાણા જિલ્લામાં ઉત્તેજના જોવા મળી રહી છે. મહેસાણાના કિરણ પટેલનું નામ દિલ્હીના શશી રેડ્ડી સાથે સંકળાયેલું હોવાનું મનાઇ રહ્યું છે. સુત્રોએ કહ્યું કે કિરણ પટેલ મહેસાણા તાલુકાના સાલડી ગામનો રહેવાસી છે અને તે ભૂતકાળમાં સાલડી ગામમાં ઉચ્ચ હોદ્દા પર પણ રહેલો છે. કિરણ પટેલ એક શિક્ષણ સંસ્થા સાથે પણ જોડાયેલો હતો.

આ પણ વાંચો----HUMAN TRAFFICKING : ફ્રાંસમાં પકડાયેલા વિમાનમાં મહેસાણાના એજન્ટે મોકલેલા પેસેન્જરો મળ્યા

Tags :
Advertisement

.