Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kheda Chemical Factory: ભક્તોની આસ્થા રૂપ ગળતેશ્વર નદીમાં કેમિકલ ફરી વળ્યું

Kheda Chemical Factory: ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારની આસપાસ કેમિકલ (Chemical) ની ફેક્ટરી (Factory) ઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે ફેક્ટરી (Factory) ઓને કારણે અવાર-નવાર ગ્રામ્ય વિસ્તારની જનતા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવા કિસ્સાઓમાં મોટાભાગે હવામાં સ્વાસ્થ્ય માટે...
kheda chemical factory  ભક્તોની આસ્થા રૂપ ગળતેશ્વર નદીમાં કેમિકલ ફરી વળ્યું

Kheda Chemical Factory: ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારની આસપાસ કેમિકલ (Chemical) ની ફેક્ટરી (Factory) ઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે ફેક્ટરી (Factory) ઓને કારણે અવાર-નવાર ગ્રામ્ય વિસ્તારની જનતા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવા કિસ્સાઓમાં મોટાભાગે હવામાં સ્વાસ્થ્ય માટે હાનિકારક વાયુનું મિશ્રણ થવું, અથવા તો ગામમાં આવેલા નદી-તળાવમાં ઝેરી કેમિકલ (Chemical) જોવા મળતું હોય છે. આવા કિસ્સાઓમાં ભૂતકાળમાં અનેક વખત અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.

Advertisement

Kheda Chemical Factory

  • ખેડાની નદીમાં કેમિકલ ફરી વળ્યું
  • નદીમાં ગામના લોકો ન્હાવા માટે આવતા હોય છે
  • સત્તાધીશોને જાણ કરતા સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા

ત્યારે ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગરની ગળતેશ્વર નદીને લઈ મોટી ઘટના સામે આવી છે. આ નદીમાં ગામના લોકો ન્હાવા માટે આવતા હોય છે. ત્યારે વણાકબોરી Thermal Power Station થી નીકળતું કેમિકલયુક્ત (Chemical) પાણી ગળતેશ્વર નદીમાં ભળી રહ્યું છે. તેના કારણે પાણી દૂષિત થઈ રહ્યું છે. આ નદીમાં પંપ હાઉસની નજીક રહેતા ભક્તો પોતાની બાધા પૂરી કરવા માટે પાણી ન્હાવા માટે આવતા હોય છે.

Advertisement

સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા

Kheda Chemical Factory

તે ઉપરાંત આ નદીના પાણીનો ગામલોકો પશુપાલક માટે પણ ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ નદીના દૂષિત પાણીને કારણે ગામમાં રોગચાળો પણ ફેલાઈ તો કોઈ નવાઈની વાત કહેવાશે નહીં. આ મામલે સ્થાનિકોએ અવાર-નવાર પાવર સ્ટેશનના સત્તાધીશોને જાણ કરી છે. પરંતુ Thermal Power Station ના સત્તાધીશો આ મામલાને લઈ આંખ આડા કાર કરી રહ્યા છે.

Advertisement

ત્યારે આ હવે એ જોવાનું રહ્યું કે, આ મામલે સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ કેવી રીત આવશે. સરકાર દ્વારા આ પાવર સ્ટેશનને લઈ કોઈ કાયદાકીય પગલા લેવામાં આવશે કે નહીં ?

આ પણ વાંચો: AHMEDABAD : ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે AHMEDABAD CIVIL હોસ્પિટલમાં 149મું અંગદાન

આ પણ વાંચો: CHHOTA UDEPUR : રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં EVM નું પહેલા તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ

આ પણ વાંચો: Chotaudepur : ન્યુ આદર્શ કો- ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં ખાતા ધારકોને પૈસા ના મળતાં જીલ્લા રજીસ્ટર કચેરીમાં ફરિયાદ

Tags :
Advertisement

.