Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

I.N.D.I.A. ગઠબંધનની બેઠક બાદ સીટ શેરિંગ, રણનીતિ-રેલીઓ અને PM ઉમેદવાર અંગે ખડગેએ કહી આ વાત!

આજે રાજધાની દિલ્હીમાં I.N.D.I.A. ગઠબંધનની ચોથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને રણનીતિ અને ચહેરાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ (Mamata Banerjee) વિપક્ષ તરફથી વડાપ્રધાન ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગેના (Mallikarjun...
i n d i a  ગઠબંધનની બેઠક બાદ સીટ શેરિંગ  રણનીતિ રેલીઓ અને pm ઉમેદવાર અંગે ખડગેએ કહી આ વાત

આજે રાજધાની દિલ્હીમાં I.N.D.I.A. ગઠબંધનની ચોથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને રણનીતિ અને ચહેરાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ (Mamata Banerjee) વિપક્ષ તરફથી વડાપ્રધાન ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગેના (Mallikarjun Kharge) નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે (Arving Kejriwal) પણ આ મામલે સહમતી દર્શાવી હતી. જો કે, આ મામલે ખડગેએ કહ્યું હતું કે, 'હું જનતા માટે કામ કરવા માગુ છું, પહેલા જીતવું જરૂરી છે, પછી જોઈશું! હું કોઈ ઇચ્છતો નથી.'

Advertisement

'પહેલા આપણે જીતવું પડશે અને બહુમત મેળવવો પડશે'

લગભગ ત્રણ કલાક યોજાયેલ આ બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, યુપી, બિહાર, દિલ્હી હોય કે પછી પંજાબ હોય, સીટોની વહેંચણીના મુદ્દાઓ ઉકેલાશે. દરમિયાન ખડગેએ પોતાના ચૂંટણી ઈરાદા સ્પષ્ટ કર્યા અને કહ્યું કે, પહેલા આપણે જીતવું પડશે અને બહુમત મેળવવો પડશે, પછી સાંસદો લોકતાંત્રિક રીતે નિર્ણય લેશે.

Advertisement

Advertisement

22, ડિસેમ્બરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

લોકસભા ચૂંટણી 2024માં બેઠકોની વહેંચણી અંગે વાત કરતા ખડગે કહ્યું હતું કે, બેઠકોની વહેંચણી રાજ્ય સ્તર પર કરાશે. જો કોઈ મુદ્દો હશે તો તેને કેન્દ્રીય સ્તરે ઉઠાવવામાં આવશે. સંસદમાં સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે, અમે સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ 22, ડિસેમ્બરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરીશું. ખડગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી (Prime Minister Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) વિચારે છે કે રાજ કરવા માટે તેમનાથી શ્રેષ્ઠ કોઈ નથી, પરંતુ અમે તેમની આ ગેરસમજને દૂર કરીશું.

30 જાન્યુઆરીથી સંયુક્ત રેલીઓનું આયોજન

ખડગે આગળ કહ્યું કે, અમે સંસદની સુરક્ષા ચૂંક પર પીએમ અથવા ગૃહ પ્રધાનના નિવેદનની માગ કરી રહ્યા છીએ, તેઓ સંસદમાં બોલવાનું કેમ ટાળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી 2024ની (Lok Sabha Election 2024) રણનીતિ વિશે ખડગે જણાવ્યું કે, દેશભરમાં I.N.D.I.A. ગઠબંધનની 8-10 જનસભાઓ યોજાશે. 30 જાન્યુઆરીથી લોકસભા ચૂંટણી માટે સંયુક્ત રીતે રેલીઓનું આયોજન પણ કરવામાં આવશે.

આ પણ વાંચો - Dawood Ibrahim : જામીન મેળવી વડોદરાથી ભાગેલો દાઉદ પછી ક્યારેય ભારતમાં આવ્યો જ નથી

Tags :
Advertisement

.