Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Keerthy Suresh એ પ્રેમ સંબંધની અફવાઓ પર તસવીર શેર કરી લગાવી મહોર

Keerthy Suresh Confirms Relationship : કીર્તિ સુરેશ અને Antony છેલ્લા 15 વર્ષથી એકસાથે
keerthy suresh એ પ્રેમ સંબંધની અફવાઓ પર તસવીર શેર કરી લગાવી મહોર
Advertisement
  • Keerthy એ Antony સાથે પ્રેમ સંબંધને પણ મહોર લગાવી
  • કીર્તિ સુરેશ અને Antony છેલ્લા 15 વર્ષથી એકસાથે
  • અભિનેત્રી ટૂંક સમયમાં તેના લગ્નની જાહેરાત કરી શકે છે

Keerthy Suresh Confirms Relationship : સાઉથની લોકપ્રિય અભિનેત્રી કીર્તિ સુરેશનું નામ લાંબાગાળાથી તેના બાળપણના મિત્રો સાથે જોડાવામાં આવી રહ્યું હતું. એવું સામે આવ્યું હતું કે, કીર્તિ સુરેશ અને તેનો બાળપણનો મિત્ર છેલ્લા 15 વર્ષથી પ્રેમ સંબંધમાં બંધાયેલા છે. તે ઉપરાંત આગામી વર્ષે અથવા ડિસેમ્બર 2025 માં કીર્તિ સરેશે તેના બોયફ્રેન્ડ સાથે ગોવામાં અંગત વ્યક્તિઓની હાજરીમાં લગ્ન કરશે. પરંતુ આ તમામ અફવાઓ ઉપર તાજેતરમાં અભિનેત્રી Keerthy Suresh એ સ્પષ્ટતા એક પોસ્ટના માધ્મયથી કરી છે.

કીર્તિ સુરેશ અને Antony Thattil છેલ્લા 15 વર્ષથી એકસાથે

છેલ્લા ઘણા વર્ષોથી અભિનેત્રી કીર્તિ સુરેશનું નામ સાઉથ વિવિધ લોકપ્રિય કાલાકારો સાથે જોડવામાં આવી રહ્યું હતું. પરંતુ તેણીએ એક પોસ્ટના માધ્યમથી તમામ અફવાઓ ઉપર સ્પષ્ટતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત કીર્તિ સુરેશ એ અફવાને પણ નકારી કાઠી છે, જેમાં એવું સામે આવ્યું હતું કે, તેણી તેના બોયફ્રેન્ડ સાથે છેતરપિંડી કરીને બ્રેકઅપ કરી લીધો છે. ત્યારે તાજેતરમાં Keerthy Suresh એ છેલ્લા 15 વર્ષથી બોયફ્રેન્ડ રહેલા Antony Thattil ને સાથે પ્રેમ સંબંધનો સ્વીકાર કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: કોણ છે તે જેના પ્રેમમાં 15 વર્ષથી પડેલી છે Keerthy Suresh અને શું બંને લગ્ન કરશે?

Advertisement

Keerthy એ Antony સાથે પ્રેમ સંબંધને પણ મહોર લગાવી

Keerthy Suresh એ તેના ઈન્સ્ટાગ્રામ ઉપર એખ પોસ્ટ કરી છે. જેમાં કીર્તિ સુરેશ અને Antony Thattil નો પાછળનો ભાગ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પોસ્ટમાં બંનેમાંથી એક પણ વ્યક્તિનો ચહેરો જોવા મળી રહ્યો નથી. પરંતુ Keerthy Suresh એ Antony Thattil સાથે પ્રેમ સંબંધને પણ મહોર લગાવી છે. Keerthy Suresh એ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, 15 વર્ષથી આપણે એકસાથે છીએ. અને આગળ પણ આવી જ રીતે આપણઓ સંબંધ ચાલતો રહેશે. ત્યારે આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં તેમના ચાહકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે એવી પણ અફવાઓએ વેગ પકડ્યો છે કે, કીર્તિ સુરેશ અને Antony Thattil એ 11 અને 12 ડિસેમ્બરે ગોવામાં લગ્ન કરશે.

અભિનેત્રી ટૂંક સમયમાં તેના લગ્નની જાહેરાત કરી શકે છે

Antony Thattil એ દુબઈમાં એક ઉદ્યાગપતિ છે. Keerthy Suresh અને Antony Thattil બંને કોચ્ચિમાં પ્રથમ વખત મળ્યા હતા. દુબઈમાં આવેલી બે કંપનીઓના માલિક Antony Thattil છે. તો એન્ટ થાટિલે ખુબ જ પ્રાઈવેટ વ્યક્તિ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી ટૂંક સમયમાં તેના લગ્નની જાહેરાત કરી શકે છે. હવે ફેન્સ અને સેલેબ્સ પણ આ તારીખની રાહ જોઈ રહ્યા છે. કીર્તિ સુરેશની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: Bollywood Actress એ દુબઈની જેલમાં 27 દિવસ વિતાવ્યા, સેનેટરી પેટ્સ પણ નહોતા આપ્યા

Tags :
Advertisement

.

×