Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kashi Vishwanath Temple: હવે, 3D VR માં બાબા વિશ્વનાથના દર્શન સાથે 5 આરતીનો પણ આનંદ માણો

Kashi Vishwanath Temple: હાલમાં, ચારઘામ યાત્રા દરમિયાન કાશી વિશ્વનાથ એક ખાસ ભાગ છે. ત્યારે તીર્થયાત્રીઓ ચારઘામ યાત્રાની અંદર કાશી વિશ્વનાથ જવાનું અચૂક રાખે છે. પરંતુ હાલના સમયમાં કાશી વિશ્વનાથમાં તીર્થયાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. તેના કારણે કાશી વિશ્વનામાં...
kashi vishwanath temple  હવે  3d vr માં બાબા વિશ્વનાથના દર્શન સાથે 5 આરતીનો પણ આનંદ માણો

Kashi Vishwanath Temple: હાલમાં, ચારઘામ યાત્રા દરમિયાન કાશી વિશ્વનાથ એક ખાસ ભાગ છે. ત્યારે તીર્થયાત્રીઓ ચારઘામ યાત્રાની અંદર કાશી વિશ્વનાથ જવાનું અચૂક રાખે છે. પરંતુ હાલના સમયમાં કાશી વિશ્વનાથમાં તીર્થયાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. તેના કારણે કાશી વિશ્વનામાં થતી 5 વખત આરતીને લોકો શાંતિપૂર્વક માણી શકતા નથી.

Advertisement

  • કાશીની આરતી માટે 3D VR સુવિધા અમલમાં મૂકાઈ

  • પ્રાયોગિક રીતે 3D Virtual Reality ની શરુઆત કરવામાં આવી

  • સૌથી સુંદર રીતે બાબાની આરતી બતાવવામાં આવી છે

ત્યારે Kashi Vishwanath માં લોકો શાંતિથી અને આનંદથી કાશી મંદિરમાં થતી 5 વખતની આરતી માટે એક ખાસ આધુનિક વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત તીર્થયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે વહીવટીતંત્રએ ડિજિટલ દર્શન તરીકે 3D Virtual Reality ને અમલમાં મૂકવામાં આવી છે. આ 3D Virtual Reality ના માધ્યમથી શ્રદ્ધાળુઓ બાબાની 5 વખત થતી આરતી સાથે Kashi Vishwanath ની કહાની પણ બતાવવામાં આવશે.

પ્રાયોગિક રીતે 3D Virtual Reality ની શરુઆત કરવામાં આવી

Advertisement

આ સુવિધાની ખાસ વાત એ છે કે, આ 3D Virtual Reality સુવિધા શ્રદ્ધાળુઓ માટે નિશુલ્ક શરુ કરવામાં આવી છે. આ આધુનિક સુવિધા મંદિર પ્રશાસન દ્વારા એક ખાનગી સંસ્થા સાથે મળીને શરુ કરવામાં આવી હતી. તો આ 3D Virtual Reality ને લઈ Kashi Vishwanath મંદિરના મુખ્ય અધિકારી વિશ્વ ભૂષણ મિશ્રાએ જણાવ્યું હતું કે, હાલમાં અભ્યાસિક રીતે 3D Virtual Reality ની શરુઆત કરવામાં આવી છે. 3D Virtual Reality માં બાબા Kashi Vishwanath ની 5 વખતની આરતી, Kashi Vishwanath ની ભવ્યતા અને કાશી ગંગા ઘાટનું મહત્વ અને તેની ભવ્યવતાના દર્શન કરાવવામાં આવશે.

સૌથી સુંદર રીતે બાબાની આરતી બતાવવામાં આવી છે

તો બીજી તરફ 3D Virtual Reality નો શ્રદ્ધાળુઓમાં જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, 3D Virtual Reality માં સૌથી સુંદર રીતે બાબાની આરતી બતાવવામાં આવી છે. એવુ લાગે છે કે, સ્વંય મંદિરની અંદર બાબાની સમક્ષ ઉભા રહીને આપણે આરતી કરી રહ્યા હોય. 3D Virtual Reality ના માધ્યમથી જે લોકો બહારથી આવે છે, તેના માટે આ સુવિધા ખુબ જ મદદરુપ સાબિત થશે.

Advertisement

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર બાદ હવે આતંકીઓના નિશાના પર Ram Mandir ? આ સંગઠને ઉડાવી દેવાની આપી ધમકી

Tags :
Advertisement

.