Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કરુણ નાયરની તોફાની સદી, 48 બોલમાં ફટકાર્યા 124 રન

કરુણ નાયરે T20માં ફટકારી સદી, મૈસુર વોરિયર્સને અપાવી જીત મૈસુર વોરિયર્સનો વિજય, કરુણ નાયરનો દમદાર પ્રદર્શન કરુણ નાયરનો તોફાની અંદાજ, મૈસુર વોરિયર્સને અપાવી જીત Karun Nair's century in T20 : મહારાજા T20 ટ્રોફીમાં મૈસુર વોરિયર્સે (Mysore Warriors) મેંગ્લોર ડ્રેગન...
કરુણ નાયરની તોફાની સદી  48 બોલમાં ફટકાર્યા 124 રન
  • કરુણ નાયરે T20માં ફટકારી સદી, મૈસુર વોરિયર્સને અપાવી જીત
  • મૈસુર વોરિયર્સનો વિજય, કરુણ નાયરનો દમદાર પ્રદર્શન
  • કરુણ નાયરનો તોફાની અંદાજ, મૈસુર વોરિયર્સને અપાવી જીત

Karun Nair's century in T20 : મહારાજા T20 ટ્રોફીમાં મૈસુર વોરિયર્સે (Mysore Warriors) મેંગ્લોર ડ્રેગન (Mangalore Dragons) ને 27 રનથી હરાવતાં વિજય મેળવ્યો છે, જેમાં મૈસુર વોરિયર્સના કેપ્ટન કરુણ નાયરે (Karun Nair) આક્રમક પ્રદર્શન સાથે સૌના દિલ જીતી લીધા હતા. કરુણ નાયરે શાનદાર બેટિંગ સાથે સદી ફટકારી હતી અને તેના જ કારણે ટીમને મોટી જીત મળી હતી.

Advertisement

કરુણ નાયરની વિસ્ફોટક બેટિંગથી જીત

કરુણ નાયર (Karun Nair) ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો અને માત્ર 48 બોલમાં 124 રન ફટકારીને બધા પ્રશંસકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેણે આ ઇનિંગ દરમિયાન 13 ચોગ્ગા અને 9 છગ્ગાની સકારાત્મક બેટિંગ સાથે 260ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. કરુણની આ ધમાકેદાર ઇનિંગથી મૈસુર વોરિયર્સની ટીમ 20 ઓવરમાં 226 રનનો વિશાળ સ્કોર ઉભો કરી શકી હતી. મૈસુર વોરિયર્સની આ જીતમાં કરુણ નાયરના યોગદાનને ધ્યાનમાં રાખીને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ (Player of the Match award) મળ્યો.

Advertisement

ઇંગ્લેન્ડ સામે ત્રેવડી સદી

કરુણ નાયરે વર્ષ 2016માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું, જ્યારે તેણે 303 રન ફટકારીને ત્રેવડી સદી ફટકારી હતી. તે 381 બોલમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભારતીય ટીમનો માત્ર બીજો બેટ્સમેન છે. તેણે માત્ર વિરેન્દ્ર સેહવાગ બાદ આ ત્રેવડી સદી ફટકારી હતી. જેણે ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારી છે.

7 વર્ષથી ઈન્ડિયન ટીમમાં તકનો અભાવ

જોકે કરુણ નાયરે (Karun Nair) ભારતીય ક્રિકેટમાં આ ઉમદા સિદ્ધિ હાંસલ કરી છે, પરંતુ છેલ્લાં 7 વર્ષથી તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. 2017માં નાયરે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, અને ત્યારથી તે ટીમમાંથી બહાર છે. તેણે 7 ટેસ્ટ મેચોમાં 374 રન બનાવ્યા છે અને 2 ODI મેચમાં માત્ર 46 રન બનાવ્યા છે. તથ્ય એ છે કે, કરુણ નાયર હજુ સુધી T20 ઇન્ટરનેશનલ મેચમાં ભારત તરફથી ડેબ્યૂ કરી શક્યો નથી.

Advertisement

આ પણ વાંચો: ભારતની ટીમ ICC CHAMPIONS TROPHY 2025 માં ભાગ લેશે કે નહીં? આખરે Jay Shah એ તોડ્યું મૌન

Tags :
Advertisement

.