કર્ણાટકની કોંગ્રેસ સરકારનો નિર્ણય, SBI અને PNB સાથેની લેવડદેવડ કરો બંધ
- કર્ણાટકની કોંગ્રેસ સરકારનો નિર્ણય
- SBI અને PNB સાથે લેવડદેવડ સસ્પેન્ડ
- તમામ વિભાગોને સરકારનો આદેશ
- બેન્કમાં ગરબડીનો લગાવ્યો આરોપ
કર્ણાટક સરકારે તાજેતરમાં એક ચોંકાવનારો નિર્ણય લઈને રાજ્યમાં સ્થિત તમામ સરકારી વિભાગોને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) સાથેના તમામ વ્યવહારો તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે આ બંને બેંકોમાં સરકારી નાણાંના દુરુપયોગના ગંભીર આરોપો.
આ નિર્ણય પાછળના કારણો
કર્ણાટક સરકારના આ પગલાનું મુખ્ય કારણ બેંકોની કામગીરીમાં ખામીઓ હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજ્ય સરકારના નાણા વિભાગના સચિવ જાફર દ્વારા જારી કરાયેલી સૂચનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે SBI અને PNBમાં જમા કરાયેલા સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. સરકારે આ બંને બેંકોને અનેક વખત ચેતવણી આપી હોવા છતાં, તેમણે આ બાબતે કોઈ પગલાં લીધા ન હતા. આ જ કારણે સરકારને આ કડક પગલું ભરવું પડ્યું છે. SBI-PNB અંગે આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર, રાજ્ય સરકારના તમામ વિભાગો, જાહેર સાહસો, તમામ કોર્પોરેશનો અને સ્થાનિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓએ તેમના દ્વારા સંચાલિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંકના ખાતા બંધ કરીને જમા રકમ તરત જ પરત કરવી પડશે.
- SBI અને PNB પર કર્ણાટક સરકારનો મોટો નિર્ણય
- SBI અને PNB સાથે લેવડદેવડ કરો બંધ
- તમામ વિભાગોને સરકારનો આદેશ
- બેન્કમાં ગરબડીનો લગાવ્યો આરોપ#SBI #PNB #KarnatakaGovernment #KarnatakaCongressGovernment #PublicSectorBanksKarnataka— Gujarat First (@GujaratFirst) August 14, 2024
કર્ણાટકમાં સરકારી વિભાગોના મોટાભાગના ખાતા આ બે બેંકોમાં ચલાવવામાં આવે છે. હવે, સરકાર દ્વારા SBI અને PNBમાં જમા કરાયેલા નાણાના દુરુપયોગના ગંભીર આક્ષેપો કરીને, રાજ્યના સરકારી વિભાગોએ તેમના નાણાં બંને બેંકોમાં જમા કરાવવા અને કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરવી નહીં તેવી આ સૂચના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.
SBI દેશની સૌથી મોટી સરકારી બેંક છે
ઉલ્લેખનીય છે કે સરકારી વિભાગોની મોટાભાગની નાણાકીય કામગીરી આ બે બેંકો સાથે જ થતી હતી. વાસ્તવમાં, SBI દેશની સૌથી મોટી સરકારી બેંક છે અને તેની માર્કેટ મૂડી 7.17 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે પંજાબ નેશનલ બેંક બીજી સૌથી મોટી સરકારી બેંક છે અને તેનું બજાર મૂલ્ય 1.25 લાખ કરોડ રૂપિયા છે, પછી તે રાજ્ય સરકારના કર્મચારીઓનું પેન્શન હોય કે અન્ય નાણાકીય કામ સામાન્ય રીતે આ બે સરકારી બેંકોમાં થાય છે.
આ પણ વાંચો: Congress એ અદાણી કેસમાં JPC ની માંગ કરી, જયરામ રમેશે ગુજરાત સરકાર પર લગાવ્યો આ આરોપ...