ભરણપોષણ માટે લાખો માંગતા ન્યાયાધીશે અરજદાર અને વકીલને લગાવી ફટકાર
Justice એ કોર્ટમાં મહિલા અરજદારની નિંદા કરી
ભરણપોષણ માટે મહિલાએ 6 લાખ રૂપિયાની કરી માગ
પુરુષને સામાજિક ધોરણે આર્થિક સમસ્યા અનેક હોય છે
Karnataka High Court Viral Video: ભારત દેશમાં મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે ન્યાય આપવા માટે સરકારે ખાસ કાનૂન તૈયાર કર્યા છે. પરંતુ કેટલીવાર મહિલાઓ આ પ્રકારના કાનૂનો દૂરઉપયોગ કરે છે. તેના કારણે પુરુષો પર વિપદા આવી પડે છે. તો ઘણા કેસમાં મહિલાએ લગાવેલા ખોટા આરોપને અને પોતાના ઈજ્જત કારણે આત્મહત્યા પણ કરી લેતા હોય છે. આવા આપણી સામે અનેક ઉદાહરણો છે. ત્યારે આવો જ એક મામલો આપણી સામે આવ્યો છે.
Justice એ કોર્ટમાં મહિલા અરજદારની નિંદા કરી
Karnataka High Court નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં Justice Lalitha Kanneganti એક મહિલા અરજદારને ફટકાર લગાવતી જોવા મળી છે. તે ઉપરાંત આ Judge એ મહિલા અજદારની અરજી કરનાર વકીલની પણ કડક શબ્દોમાં નિંદા કરી હતી. ત્યારે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, Karnataka High Court માં છૂટાછેડા અંગે સુનાવણી થઈ રહી છે. તે દરમિયાન ભરણપોષણ તરીકે તેના પતિ પાસે આર્થિક સવલતની માગ કરી રહી છે. પરંતુ માગને સાંભળીને Justice Lalitha Kanneganti ને ગુસ્સો આવી ગયો હતો.
આ પણ વાંચો: કળિયુગી માતા! દીકરીના અંતિમ સંસ્કાર પર દુલ્હની જેમ તૈયાર થઈ
ભરણપોષણ માટે મહિલાએ 6 લાખ રૂપિયાની કરી માગ
તો સુનાવણી દરમિયાન મહિલા અરજદારના વકીલે Judge પાસે મહિલા માટે ભરણપોષણના ભાગ સ્વરુપે માસિક આશરે 6 લાખ રુપિયાની માગ કરી હતી. તે ઉપરાંત આ આંકડાની વિસ્તૃત્વ માહિતી મહિલાએ કોર્ટમાં આ રીતે જણાવી હતી કે, તેને દર મહિને 15 હજાર -બુટ-ચંપલ, કપડાં અને વિવિધ પ્રકારની વસ્તુઓ માટે જોઈએ છે. તે ઉપરાંત દર મહિને 60 હજાર ખોરાક તરીકે જોઈએ છે. તેની સાથે દર મહિને શારીરિક સારવાર માટે આશરે 4 થી 5 લાખ રુપિયા જોઈએ છે. તો આ પ્રકારની માગ સાંભળતા મહિલા ન્યાયધીશ ચોંકી ગઈ હતી.
પુરુષને સામાજિક ધોરણે આર્થિક સમસ્યા અનેક હોય છે
ત્યારે Justice Lalitha Kanneganti મહિલા અરજદાર અને તેના વકીલને ફટકાર લગાવતા કહ્યું હતું કે, આ પ્રકારની માગ કોર્ટમાં ક્યારે પણ કરવી નહીં, શું એક વ્યક્તિને દર મહિને 6 લાખ રુપિયાની જરૂર ખરેખર હોય છે... જો આ રકમ મહિલાને જોઈતી હોય, તો તેણે રોજગાર મેળવી લેવો જોઈએ. પોતાના પતિ પર નિર્ભર ના રહેવું જોઈએ. કારણે કે... પુરુષ પર પરિવાર, સંતાન અને સામાજિક રીતે આર્થિક મુશ્કેલી પહેલાથી જ હોય છે. જ્યારે એક છૂટાછેડા લીધેલી મહિલાને આ પ્રકારની કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
આ પણ વાંચો: બજરંગબલીની વિશાળ પ્રતિમા અમેરિકામાં સ્થાપિત, જુઓ વીડિયો