KARSEVAK : વિશ્વ ઉમિયા ધામ ખાતે આજે રામ જન્મભૂમિ આંદોલનમાં જોડાયેલા કાર સેવકોનું સન્માન
KARSEVAK : વિશ્વ ઉમિયા ધામ ખાતે આજે રામ જન્મભૂમિ આંદોલન (Ram Janmabhoomi movement )માં જોડાયેલા કાર સેવકોનું સન્માન કરાયું હતું. રામ મંદિર નિર્માણ આંદોલન દરમિયાન 1900 અને 1992ની કારસેવામાં પોતાની સેવા આપનારા 1500થી વધુ કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના 1500થી વધુ કારસેવકોનું વિશ્વ ઉમિયાધામ ખાતે અભિવાદન કરાયું
અમદાવાદમાં શનિવારે વિશ્વઉમિયા ધામ ખાતે અયોધ્યામાં કાર સેવા કરનાર કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી રામ જન્મભૂમિ આંદોલનમાં જોડાયેલા અને 1990 તથા 1992ની કારસેવામાં તન, મન અને ધનથી સક્રિયપણે જોડાઇને સેવા આપનારા ગુજરાતના 1500થી વધુ કારસેવકોનું વિશ્વ ઉમિયાધામ ખાતે અભિવાદન કરાયું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં તમામ મહત્વના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કારસેવકો પણ હાજર રહ્યા હતા.
આજનો જે સમારોહ યોજાયો છે તેનાથી અમે ગદગદીત છીએ
કારસેવામાં જોડાયેલા મહેસાણાના કુકરવાડાના કારસેવક રાજુ જોશીએ કહ્યું કે હું વર્ષોથી સંઘનો કાર્યકર છું અને મહેસાણા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદનો મહામંત્રી પણ હતો. લાખો કારસેવકોએ અયોધ્યામાં રામજન્મ ભૂમિ આંદોલન અને મંદિર બનાવવાના સંકલ્પ સાથે યોજાયેલી 4 કારસેવામાં ભાગ લીધો હતો. હું પણ 1990 અને 1992ની કારસેવામાં ગયો હતો. ગોધરા હત્યાકાંડની ટ્રેનમાં પણ હું હતો. આજે મંદિર તૈયાર થઇ જતાં લાખો રામભક્તો અને અમારા જેવા કારસેવકોનું સપનું સાકાર થયું છે. આ મંદિર નિર્માણમાં લાખો કારસેવકોએ બલિદાન આપ્યું છે. આજનો જે સમારોહ યોજાયો છે તેનાથી અમે ગદગદીત છીએ અને આભાર માનીએ છીએ.
કારસેવકોનું સપનું પૂર્ણ
આ ઉપરાંત આ જ કારસેવામાં ભાગ લેનારા કારસેવક રમેશ જોશીએ કહ્યું કે મે 1990 અને 1992ની કારસેવામાં ભાગ લીધો હતો અને મંદિરમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થતાં કારસેવકોનું સપનું પૂર્ણ થયું છે. અમને ખબુ જ આનંદ થયો છે કે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. અમને આનંદની અનૂભુતિ થઇ છે.
આ જોશ ભારત હિન્દુ રાષ્ટ્ર બને ત્યાં સુધી રહે
અખિલ ભારતીય સંત સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજી મહારાજે કહ્યું કે આજે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પવિત્ર પટાંગણમાં વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય સંત સમિતી અને વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા 1990 અને 1992માં જે કારસેવકો અયોધ્યામાં કારસેવા કરવા ગયા હતા અને જેમણે તન, મન અને ધનથી અભિયાનને સફળતાના શિખરે પહોંચાડ્યું હતું તેવા કારસેવકોનું આજે સન્માન કરાયું છે. અમારી ઇચ્છા છે કે આ જોશ ભારત હિન્દુ રાષ્ટ્ર બને ત્યાં સુધી રહે. કારસેવામાં મહિલાઓએ પણ અગ્રેસર રહીને પોતાનો ફાળો આપ્યો હતો.
મુસ્લિમ આક્રમણકારીઓએ અનેક મંદિરો તોડ્યા
વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહામંત્રી ડો.સુરેન્દ્ર જૈને કહ્યું કે લાખો કારસેવકોના પુરુષાર્થથી 22 જાન્યુઆરીનો દિવસ ઉગ્યો હતો. મુસ્લિમ આક્રમણકારીઓએ અનેક મંદિરો તોડ્યા હતા. અયોધ્યા રામજન્મભૂમિ, મથુરા કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ એણ ત્રણ ભૂમી આપણે માંગી હતી પણ તમે આપી ન શક્યા પણ અમે હિન્દુઓએ લેવાની શરૂઆત કરી દીધી છે. હજુ પણ સમજી જાઓ તો સારું. તેમણે કહ્યું કે જ્ઞાનવ્યાપીમાં પણ ભવ્ય શિવજીનું મંદિર બનશે. સંપૂર્ણ વિશ્વમાં ભગવો લહેરાશે અને વિશ્વનું સંચાલન ભારત કરશે. હવે 22 જાન્યુઆરી દર વર્ષે દિવાળીની જેમ મનાવાશે. તેમણે એમ પણ કહ્યું કે સનાતન અને હિન્દુત્વ થા ભગવાન રામને કોઈ અપમાનિત કરવાનું સાહસ ન કરે. રામ ભૂત, વર્તમાન જ નહિ ભવિષ્ય પણ છે. રામ છે તો હિન્દુ છે અને હિન્દુ છે તો વિશ્વ છે. રામ સૌનું ભવિષ્ય છે.
આ પણ વાંચો---CM ભુપેન્દ્ર પટેલે અંબાજીમાં ઘેર બેઠા પ્રસાદ મળી રહે એ માટે સેવાની શરૂઆત કરાવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.