Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kamalnath Message To MP: કોંગ્રેસ નેતા કમલનાથે રાહુલ ગાંધી માટે સંદેશ કર્યો જાહેર

Kamalnath Message To MP: મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા કમલનાથે (Kamalnath) ભાજપ (BJP) માં જોડાવાની અફવાઓ વચ્ચે મધ્યપ્રદેશ (MP) ના લોકો માટે એક સંદેશ જાહેર કર્યો છે. આ સંદેશ તેમણે એક સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી આપ્યો હતો....
kamalnath message to mp  કોંગ્રેસ નેતા કમલનાથે રાહુલ ગાંધી માટે સંદેશ કર્યો જાહેર

Kamalnath Message To MP: મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા કમલનાથે (Kamalnath) ભાજપ (BJP) માં જોડાવાની અફવાઓ વચ્ચે મધ્યપ્રદેશ (MP) ના લોકો માટે એક સંદેશ જાહેર કર્યો છે. આ સંદેશ તેમણે એક સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી આપ્યો હતો.

Advertisement

  • રાહુલ ગાંધીને સમર્થન આપવાની કરી અપીલ
  • તેમણે પોસ્ટમાં શું લખ્યું હતું ?
  • કમલનાથ ભાજપમાં જોડાશે તેવી અફવાઓ ફેલાઈ હતી

રાહુલ ગાંધીને સમર્થન આપવાની કરી અપીલ

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પહેલા મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા કમલનાથે (Kamalnath) આ સંદેશના માધ્યમથી કોંગ્રેસ (Congress) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) ની જનતાને સંદેશ પાઠવ્યો છે. તેમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી (Rahul Gandhi) ની જનતાને અપીલ કરવામાં આવી છે.

તેમણે પોસ્ટમાં શું લખ્યું હતું ?

Kamalnath Message To MP

Kamalnath Message To MP

Advertisement

કમલનાથે (Kamalnath) પોતાની પોસ્ટમાં રાજ્યના લોકોને રાહુલ ગાંધી (Rahul Gandhi) ની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) માં સામેલ થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી દેશમાં થઈ રહેલા અન્યાય, અત્યાચાર અને શોષણ સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. હવે તેમને સમર્થન આપવાનો સમય આવી ગયો છે.

કમલનાથ ભાજપમાં જોડાશે તેવી અફવાઓ ફેલાઈ હતી

Advertisement

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ (Kamalnath) ના ભાજપ (BJP) માં જોડાવાની અટકળો ચાલી રહી હતી. એવી શક્યતા હતી કે તેઓ તેમના પુત્ર નકુલનાથ અને કેટલાક ધારાસભ્યો (MLAs) સાથે ભાજપ (BJP) માં જોડાઈ શકે છે. જોકે, બાદમાં તેમણે તેને અફવા ગણાવીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ હંમેશા કોંગ્રેસ (Congress) ના સભ્ય જ રહેશે. કમલનાથે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસના છે, છે અને હંમેશા રહેશે.

આ પણ વાંચો: PM Modi દ્વારા સંત રવિદાસજી પ્રતિમાનું અનાવરણ, કહ્યું, ‘ તેઓ એક મહાન સંત હતા’

Tags :
Advertisement

.