Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

8 શરતોને આધીન જ્યોતિરાદિત્ય ઉર્ફે Ganesh Gondal ને મળ્યા જામીન, લેખિત હુકમ આવ્યો સામે

સુનવણી સિવાય 6 મહિના સુધી જૂનાગઢમાં ન પ્રવેશવાને આદેશ જામીન દરમિયાન પુરાવા સાથે છેડછાડ ન કરવા આદેશ કેસ સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિને પ્રેરિત ન કરવા હુકમ Ganesh Gondal: ગણેશ ગોંડલનો કેસ અત્યારે ખુબ જ ચર્ચિત કેસ બની ગયો છે....
8 શરતોને આધીન જ્યોતિરાદિત્ય ઉર્ફે ganesh gondal ને મળ્યા જામીન  લેખિત હુકમ આવ્યો સામે
  1. સુનવણી સિવાય 6 મહિના સુધી જૂનાગઢમાં ન પ્રવેશવાને આદેશ
  2. જામીન દરમિયાન પુરાવા સાથે છેડછાડ ન કરવા આદેશ
  3. કેસ સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિને પ્રેરિત ન કરવા હુકમ

Ganesh Gondal: ગણેશ ગોંડલનો કેસ અત્યારે ખુબ જ ચર્ચિત કેસ બની ગયો છે. ચાર મહિલાન પછી ગણેશ ગોંડલ (Ganesh Gondal)ને જેલમાંથી મુક્તિ મળી છે. ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલને શરતી જામીન આપ્યાં છે. નોંધનીય છે કે, એટ્રોસિટી કેસમાં ભાજપ ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. જેને અત્યારે ગુજરાત હાઇકોર્ટે આપેલા શરતી જામીન અંગે લેખિત હુકમ સામે આવ્યો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, 8 શરતોને આધીન જ્યોતિરાદિત્ય ઉર્ફે ગણેશ ગોંડલને જામીન મળ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: Ganesh Gondalનું તેના પરિવારજનો અને સમર્થકોએ કર્યું ભવ્ય સ્વાગત, હાઈકોર્ટે આપ્યાં છે શરતી જામીન

પૂર્વ મંજૂરી વગર ભારત દેશ ન છોડવા કોર્ટે આદેશ કર્યો

જે શરતો આધીન ગણેશ ગોંડલને જામીન મળ્યા છે તે 8 શરતોની વાત કરવામાં આવે તો, 10 હજારનાં બોન્ડ અને પૂર્વ મંજૂરી વગર ભારત દેશ ન છોડવા કોર્ટે આદેશ કર્યો છે. આ સાથે ટ્રાયલ કોર્ટમાં સુનવણી સિવાય 6 મહિના સુધી જૂનાગઢમાં ન પ્રવેશવાની શરતે જામીન મળ્યા છે. એટલું જ નહીં પરંતુ ટ્રાયલ કોર્ટ સમક્ષ ઇમમૂવેબ્લ પ્રોપર્ટી અને તેના લોકેશન સહિતની વિગતો રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Haryana Result: ગાંધીનગરમાં કમલમ્ ખાતે જીતનો ઉત્સાહ, ભાજપના આગેવાનોએ એકબીજાને જલેબી ખવડાવી મોં મીઠું કર્યું

કોઈપણ ક્રિમીનલ એક્ટિવિટીમાં ભાગ ન લેવા કોર્ટનો હુકમ

આ સાથે જામીનદારોની યોગ્ય વિગતો ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરવા પણ કોર્ટે હુકમ કર્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તથા કોઈપણ ક્રિમીનલ એક્ટિવિટીમાં ભાગ ન લેવા પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. પુરાવા સાથે છેડછાડ ન કરવા અને કેસ સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિને સીધી અથવા આડકતરી રીતે પ્રેરિત ન કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Surat : ચાલુ રિક્ષાનું સ્ટીયરિંગ નાના ભૂલકાંનાં હાથમાં થમાવ્યું... જુઓ જોખમી વાઇરલ Video

Tags :
Advertisement

.