Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Justice PB Varale: Supreme Court ના ઇતિહાસમાં, એક સાથે 3 દલિત મુખ્ય ન્યાયાધીશ

Justice PB Varale: દેશની Supreme Court એક ઐતિહાસિક કોલેજિયમની નિમણૂક કરી છે. કારણ કે... Supreme Court ના મુખ્ય ન્યાયાધીશોની કોલેજિયમમાં વધુ એક મુખ્ય ન્યાયાધીશને નિયુક્ત કરવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટના Chief Justice PB Varale ને Chief Justice DY Chandrachud સુપ્રીમ...
justice pb varale  supreme court ના ઇતિહાસમાં  એક સાથે 3 દલિત મુખ્ય ન્યાયાધીશ

Justice PB Varale: દેશની Supreme Court એક ઐતિહાસિક કોલેજિયમની નિમણૂક કરી છે. કારણ કે... Supreme Court ના મુખ્ય ન્યાયાધીશોની કોલેજિયમમાં વધુ એક મુખ્ય ન્યાયાધીશને નિયુક્ત કરવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટના Chief Justice PB Varale ને Chief Justice DY Chandrachud સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હતા.

Advertisement

  • Justice PB Varale એ શપથ ગ્રહણ કર્યા
  • Supreme Court માં પહેલાથી બે દલિત સમુદાયના છે
  • ગયા મહિને એક જગ્યા ખાલી પડી હતી ન્યાયાધીશ માટે

Justice PB Varale એ શપથ ગ્રહણ કર્યા

Supreme Court ના પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ પી.બી. વરાલે ને પદના શપથ લેવડાવ્યા હતા. કેન્દ્ર સરકારે જસ્ટિસ પી.બી. વરાલે ની Supreme Court માં જજ તરીકે મંજૂરી આપી હતી. તેમના શપથ લીધા બાદ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા પૂર્ણ થઈ ગઈ છે.

Supreme Court માં પહેલાથી બે અનુસૂચિત જાતિના છે

Advertisement

Supreme Court માં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34 છે. જેમાં મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. આ પહેલીવાર છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં 3 વર્તમાન જજ દલિત સમુદાયના છે. આ સમુદાયના અન્ય બે ન્યાયાધીશો justice br gavai અને Justice CT Ravikumar છે.

આ મહિનાની શરૂઆતમાં જસ્ટિસ પી.બી. વરાલેના નામની ભલામણ કરતી વખતે DY Chandrachud ની આગેવાની હેઠળના સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે કહ્યું હતું કે તે એ હકીકતને ધ્યાનમાં લે છે કે તેઓ High Court ના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોમાંના એક છે.

Advertisement

ગયા મહિને એક જગ્યા ખાલી પડી હતી ન્યાયાધીશ માટે

Justice PB Varale

Justice PB Varale

કોલેજિયમે એમ પણ કહ્યું હતું કે તેઓ High Court ના એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ છે જે અનુસૂચિત જાતિના છે. ગયા મહિને જસ્ટિસ એસ કે કૌલની નિવૃત્તિ બાદ સુપ્રીમ કોર્ટમાં એક જગ્યા ખાલી પડી હતી. કોલેજિયમે તેમના નામની ભલામણ કર્યાના એક સપ્તાહની અંદર જ જસ્ટિસ પી.બી. વરાલેની નિમણૂક કરવામાં આવી હતી.

કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતના બંધારણના અનુચ્છેદ 124 ની કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ Karnataka High Court ના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પી.બી. વરાલે ને આ પદ પર નિમણૂક કરવા માટે પરવાનગી આપી છે.

આ પણ વાંચો: Republic Day 2024 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રને સંબોધન, રામ મંદિર અને ભારત રત્ન કર્પૂરી ઠાકુરનો કર્યો ઉલ્લેખ…

Tags :
Advertisement

.