Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh : દિવાળી વેકેશનમાં ગિરનાર જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો આ સમાચાર

લીલી પરિક્રમા પહેલા ગિરનાર પર્વત (Girnar Mountain) પર રોપ-વેનાં ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
junagadh   દિવાળી વેકેશનમાં ગિરનાર જવાનું વિચારી રહ્યા છો   તો પહેલા વાંચી લો આ સમાચાર
  1. Junagadh માં ગિરનાર પર્વત પર રોપ-વેનાં ભાડામાં વધારો
  2. રોપ-વેનાં ભાડામાં 10 ટકાથી વધુનો વધારો કરાયો
  3. ખર્ચ અને મેન્ટેનન્સને ધ્યાને લઇ ઓથોરિટીએ લાધો આ નિર્ણય

જુનાગઢ જિલ્લામાં (Junagadh) આવેલા ગિરનાર પર્વતની પરિક્રમામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. નવેમ્બર મહિનામાં ગિરનારમાં લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, આ પહેલા ગિરનાર પર્વત (Girnar Mountain) પર રોપ-વેનાં ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ખર્ચ અને મેન્ટેનન્સને ધ્યાને લઇને ઓથોરિટીએ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -DIWALI માં કેવું રહેશે હવામાન ? વિભાગે કરી ચોંકાવનારી આગાહી!

રોપ-વેનાં ભાડામાં 10 ટકા સુધીનો વધારો કરાયો

દિવાળીની (Diwali 2024) રજાઓમાં ઘણા લોકો જુનાગઢ જિલ્લામાં (Junagadh) આવેલા ગિરનાર પર્વતની મુલાકાત લેવાની યોજના બનાવે છે. જો કે, આ વર્ષે દિવાળી પહેલા ગિરનાર પર્વત પર રોપ-વેનાં ભાડામાં (Girnar hill Ropeway Fare) વધારો કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ગિરનાર પર્વત પર આવક-જાવક માટે પહેલા રૂ. 600 ભાડું હતું, જે હવે 10 ટકાથી વધુ વધારીને પ્રવાસીઓ માટે રૂ.699 કરવામાં આવ્યું છે. આથી, પ્રવાસીઓએ હવે રૂ. 600 ને બદલે રૂ.699 ચૂકવવા પડશે. જો કે, સ્થાનિકો અને ડોલીવાળાઓ માટે કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

Advertisement

આ પણ વાંચો - Diwali ની અનોખી ઉજવણી, પોલીસે અનાથ અને શ્રમજીવી બાળકોને કરાવી મજા-મજા

Advertisement

રૂ. 600 ને બદલે હવે પ્રવાસીઓએ રૂ. 699 ચૂકવવા પડશે

ગિરનાર પર્વત (Girnar mountain) પર રોપ-વેનાં ભાડામાં વધારા પાછળ ખર્ચ અને મેન્ટેનન્સને મુખ્ય કારણ બતાવવામાં આવી રહ્યું છે. ખર્ચ અને મેન્ટેનન્સમાં વધારો થતાં ઓથોરિટી દ્વારા ભાડાનાં દરમાં વધારોનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આગામી 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લીલી પરિક્રમા યોજાશે, તેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat Jail માં કેદીઓની સંખ્યા ચોંકાવનારી! કેદીઓનાં કાનૂની સેવા ધોરણને સુધારવા SOP!

Tags :
Advertisement

.