Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

JioMotive: આ ડિવાઈસ install કરીને ફોનમાંથી કારનું લોકેશન જાણી શકશો

JioMotive: તમને હંમેશા આ ડર સતાવે છે કે પાર્કિંગમાં પાર્ક કરેલી કારને કોઈ ચોર ચોરી કરવા જઈ રહ્યો છે અથવા પોલીસે કારને ટોઈંગ કરી છે, આ ડરને કારણે તમારે વારંવાર કાર ચેક કરવા જવું પડે છે? તો Reliance Jio દ્વારા...
jiomotive  આ ડિવાઈસ install કરીને ફોનમાંથી કારનું લોકેશન જાણી શકશો

JioMotive: તમને હંમેશા આ ડર સતાવે છે કે પાર્કિંગમાં પાર્ક કરેલી કારને કોઈ ચોર ચોરી કરવા જઈ રહ્યો છે અથવા પોલીસે કારને ટોઈંગ કરી છે, આ ડરને કારણે તમારે વારંવાર કાર ચેક કરવા જવું પડે છે? તો Reliance Jio દ્વારા થોડા સમય પહેલા વાહનો માટે લોન્ચ કરવામાં આવેલ OBD ડિવાઇસ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ નાનું ડિવાઈસ તમારી કારને સ્માર્ટ વ્હીકલમાં કન્વર્ટ કરી દેશે.તમારી કારની સુરક્ષા વધારવા માટે આ ડિવાઈસમાં ઘણી સુવિધાઓ આપવામાં આવી છે.

Advertisement

ટો એલર્ટ ફીચરની મદદથી તમે જાણી શકશો

કારમાં JioMotive ઉપકરણ ઇન્સ્ટોલ કર્યા પછી, તમને તમારા ફોન પર જ વાહનનું સ્થાન, સ્પીડ ટ્રેકિંગ અને એન્ટી થેફ્ટ/એન્ટી ટો એલર્ટ જેવી વિશેષ સુવિધાઓ મળશે. ટો એલર્ટ ફીચરની મદદથી તમે જાણી શકશો કે પોલીસ પાર્કિંગમાં પાર્ક કરેલી તમારી કારને ટોઇંગ કરે છે કે નહીં. રિલાયન્સ જિયોએ આ જીપીએસ ટ્રેકરની કિંમત 4,999 રૂપિયા નક્કી કરી છે. રિલાયન્સ ડિજિટલ ઉપરાંત, તમે આ ઉપકરણને ઈ-કોમર્સ સાઇટ્સ એમેઝોન અને જિયોમાર્ટ પરથી ખરીદી શકો છો.

Jio Car Finder, Wi-Fi (4G સ્પીડ)ની સુવિધા મળશે

આ ડિવાઈસ સાથે તમને કારમાં Jio Car Finder, Wi-Fi (4G સ્પીડ)ની સુવિધા મળશે અને સૌથી મહત્વની વાત એ છે કે તમારે આ માટે કોઈ અલગ પ્લાન ખરીદવાની જરૂર નહીં પડે. સૌથી પહેલા તમારે તમારા ફોનમાં Google Play Store અથવા Apple App Store પરથી JioThings એપ ડાઉનલોડ કરવી પડશે. આ પછી તમારા Jio નંબરથી લોગ-ઇન અથવા સાઇન અપ કરો.

Advertisement

IMEI નંબરને એન્ટર કરીને આગળ વધવું પડશે

આ પછી તમારે Jio Motiv ના બોક્સ પર લખેલા IMEI નંબરને એન્ટર કરીને આગળ વધવું પડશે. આ પછી, તમારે કારની વિગતો દાખલ કરવાની રહેશે જેમ કે કારનું નામ, વાહન ઉત્પાદક કંપનીનું નામ, મોડેલ, ઇંધણનો પ્રકાર, કાર કયા વર્ષમાં બનાવવામાં આવી હતી, આ બધી વિગતો દાખલ કર્યા પછી, સેવ બટન દબાવો. વાહન સંબંધિત વિગતો દાખલ કર્યા પછી, ઉપકરણને કારમાં આપવામાં આવેલા OBD પોર્ટમાં પ્લગ કરો.

આ પણ વાંચો - Flipkart Republic Day Sale : આ વસ્તુઓ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળશે

Advertisement

Tags :
Advertisement

.