Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RECORD : પહેલીવાર 2 લાખ કરોડ રુપિયાની પાર પહોંચી Jio Fin ની માર્કેટ કેપ

Jio Financial Services RECORD : જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (Jio Financial Services) ના શેરની કિંમત સતત વધી રહી છે. જિયો ફાઇનાન્સીયલ સર્વિસ (Jio Financial Services)ના શેરનો ભાવ 14 ટકાથી વધીને રેકોર્ડ (RECORD ) બ્રેક સપાટીએ પહોંચ્યો છે. જેના કારણે શેર બજારમાં...
record   પહેલીવાર 2 લાખ કરોડ રુપિયાની પાર પહોંચી jio fin ની માર્કેટ કેપ

Jio Financial Services RECORD : જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (Jio Financial Services) ના શેરની કિંમત સતત વધી રહી છે. જિયો ફાઇનાન્સીયલ સર્વિસ (Jio Financial Services)ના શેરનો ભાવ 14 ટકાથી વધીને રેકોર્ડ (RECORD ) બ્રેક સપાટીએ પહોંચ્યો છે. જેના કારણે શેર બજારમાં લગાતાર પાંચમા સત્રમાં તેજી યથાવત જોવા મળી છે.

Advertisement

જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 2 લાખ કરોડને વટાવી ગયું

જિયો ફાઇનાન્શિયલ (Jio Financial Services)ના શેર્સ 14.50% વધીને BSE પર શેર દીઠ ₹347ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. Jio ફાયનાન્સિયલ સર્વિસિસ (Jio Financial Services)ના શેરમાં છેલ્લા ત્રણ મહિનામાં 48% અને વર્ષ-ટુ-ડેટ (YTD) આધારે 40% થી વધુનો વધારો થયો છે, જે તેની માર્કેટ મૂડીને રૂ. 2 લાખ કરોડ સુધી લઈ ગયો છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (Jio Financial Services) લિમિટેડનું માર્કેટ કેપ (માર્કેટ કેપ) શુક્રવારે 23 ફેબ્રુઆરીએ પ્રથમ વખત રૂ. 2 લાખ કરોડને વટાવી ગયું હતું.

PC GOOGLE

Advertisement

39 કંપનીઓ રૂ. 2 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ સાથે ટ્રેડ કરી રહી છે

હાલમાં શેરબજારમાં 39 કંપનીઓ રૂ. 2 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ સાથે ટ્રેડ કરી રહી છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 20.05 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે સૌથી મોટી કંપની છે. આ પછી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને HDFC બેન્ક અનુક્રમે રૂ. 14.78 લાખ કરોડ અને રૂ. 10.78 લાખ કરોડ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે.

Jio Financial નું પરિણામ કેવું રહ્યું?

Jio Financial એ તાજેતરના ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 293 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 269 કરોડની ચોખ્ખી વ્યાજની આવક નોંધાવી હતી. ક્વાર્ટર દરમિયાન તેની વ્યાજની કુલ આવક રૂ. 414 કરોડ હતી અને કુલ આવક રૂ. 413 કરોડ હતી.

Advertisement

સુરક્ષિત લોન આપવા પર ધ્યાન

Jio Financial સુરક્ષિત લોન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને વર્તમાન બજાર અને નિયમનકારી વાતાવરણ વચ્ચે અસુરક્ષિત લોન માટે સાવચેતીભર્યું અભિગમ અપનાવી રહી છે. તે બે નવા ઉત્પાદનોના લોન્ચ સાથે તેના સુરક્ષિત લોન વ્યવસાયને વેગ આપવાનું લક્ષ્ય રાખી રહી છે. જાન્યુઆરીમાં, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને બ્લેકરોક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે સેબી પાસે દસ્તાવેજો ફાઇલ કર્યા હતા. 21 ઓગસ્ટ 2023ના રોજ જિયો ફાઇનાન્શિયલ સર્વિસને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવ્યું હતું. લિસ્ટિંગ પછી સ્ટોક 21 ટકાથી વધુ વધ્યો છે.

આ પણ વાંચો-----KUTCH : ખાવડા ખાતે રીન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજ ઉત્પાદનનો પ્રારંભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.