તજિન્દર પાલ સિંહ બગ્ગાને રાત્રે 12 વાગ્યે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યો, જાણો શું થયું બગ્ગાનું
પંજાબ પોલીસે શુક્રવારે BJP નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાની રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. ત્યારબાદ આખો દિવસ નાટકીય ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો અને આખરે બગ્ગા ઘરે પરત ફર્યા છે. બગ્ગાએ ઘરે પરત ફર્યા બાદ ખુશી વ્યક્ત કરી અને પંજાબ પોલીસ પર પણ આરોપ લગાવ્યો કે 'મને આતંકવાદીઓની જેમ ઢસડીને લઇ ગયા હતા.'ઘરે પરત ફર્યા બાદ બગ્ગાએ કહ્યું કે પંજાબ પોલીસ પર તેમની બળજબરીથી ધàª
પંજાબ પોલીસે શુક્રવારે BJP નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાની રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. ત્યારબાદ આખો દિવસ નાટકીય ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો અને આખરે બગ્ગા ઘરે પરત ફર્યા છે. બગ્ગાએ ઘરે પરત ફર્યા બાદ ખુશી વ્યક્ત કરી અને પંજાબ પોલીસ પર પણ આરોપ લગાવ્યો કે "મને આતંકવાદીઓની જેમ ઢસડીને લઇ ગયા હતા.'
ઘરે પરત ફર્યા બાદ બગ્ગાએ કહ્યું કે પંજાબ પોલીસ પર તેમની બળજબરીથી ધરપકડ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, 40 થી 50 પોલીસ કર્મચારીઓ આવ્યા હતા, જેમાંથી 10 સિવિલમાં અને કેટલાક યુનિફોર્મમાં હતા. મને પાઘડી અને ચપ્પલ પહેરવાની પણ પરવાનગી ન હતી અને મારા પિતાને પણ માર માર્યો હતો. બગ્ગાએ વધુમાં કહ્યું કે આ લોકોએ મને માર માર્યો અને મને આતંકવાદીની જેમ ખેંચી અને લઇ ગયા. તેણે એમ પણ કહ્યું કે ધરપકડ સમયે પોલીસ પાસે કોઈ દસ્તાવેજ પણ ન હતા.
બગ્ગાના કહેવા પ્રમાણે, સ્થાનિક પોલીસને આની જાણ નહોતી. જ્યાં સુધી પંજાબ પોલીસ એવું કહી રહી છે કે ધરપકડ પહેલા પાંચ નોટિસ મોકલવામાં આવી હતી. જેનો જવાબ આપવામાં આવ્યો ન હતો, હવે બગ્ગાએ કહ્યું છે કે હા મને નોટિસ મળી હતી જેનો મેં જવાબ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ તેમને મીડિયાની સામે તે રજુ કરશે.
100 FIR કરો, હું ડરતો નથી
બગ્ગાએ એમ પણ કહ્યું કે કેજરીવાલની પાર્ટીમાં અહમતુલ્લા ખાન, નિશા જેવા લોકો છે જે મને ગુંડા કહે છે. જ્યાં સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ કાશ્મીરી પંડિતો વિરુદ્ધ બોલતા રહેશે અમારા વિરુદ્ધ બોલતા રહેશે ત્યાં સુધી હું આ લોકો સામે લડીશ. હું કાજેરીવાલને ખુલ્લી ચેલેન્જ કરું છું, "100 FIR કરો, હું ડરતો નથી."
તજિન્દર બગ્ગાના વકીલ સંકેત ગુપ્તાનું કહેવું છે કે MM (Metropolitan Magistrate)ના આદેશ હેઠળ પીડિતા તજિન્દર પાલ સિંહ બગ્ગાને શુક્રવારે મોડી રાત્રે 11:40 મિનિટે MMના ઘરે હાજર કરવામાં આવ્યો હતો. પોલીસે બગ્ગાને હરિયાણાથી ઝડપી લીધો હતો જ્યાંથી તેને દિલ્હી પરત લાવવામાં આવ્યો હતો. બગ્ગાના જણાવ્યા અનુસાર, તેને તેની પીઠ અને ખભામાં ઈજા થઈ છે અને તેણે કોર્ટ સમક્ષ જણાવ્યું કે શુક્રવારે સવારે બનેલી ઘટના દરમિયાન તેને આ ઈજા થઈ હતી. બગ્ગાજીએ મેજિસ્ટ્રેટને કહ્યું કે મારે ઘરે જવું છે. ત્યારબાદ મેજિસ્ટ્રેટ સાહેબે તેમને ઘરે જવાની મંજૂરી આપી. કોર્ટની સામે બગ્ગાએ એમ પણ કહ્યું કે મને ભવિષ્યમાં ખતરો હોઈ શકે છે. જેના પર એમએમએ પોલીસને બગ્ગાની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.
Advertisement