Bigg Boss માં જેદ હદીદે વટાવી તમામ હદ, શો માં બેબીકા સામે દલીલ દરમિયાન ઉતાર્યું પેન્ટ
સલમાન ખાનનો રિયાલિટી શો Bigg Boss શરૂ થઇ ગયો છે. આ શો હાલમાં OTT પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તમે આ શો ને JioCinema પર જોઇ શકો છો. સલમાનનો આ શો છેલ્લા કેટલાક એપિસોડથી ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે. આ સીઝન શરૂ થયે હજું 2 અઢવાડિયા પણ નથી થયા અને ઘરમાં હોબાળો શરૂ થઇ ગયો છે. તાજેતરમાં બેબીકા ધ્રુવે સાથેની દલીલ દરમિયાન સ્પર્ધક જેદ હદીદે તેનું પેન્ટ ઉતાર્યું હતું, જેને જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. જેદના આ વર્તન બાદ બેબીકાએ શો છોડવાની જીદ શરૂ કરી હતી.
#WeekendKaVaar #JadHadid crossed all the lines showing his B*M to #BebikaDhurve in a argument.. the true disgusting personality of #JadHadid now is shown 🤮#SalmanKhan #AbhishekMalhan #BBOTT2LiveFeed #bbott2 #BiggBossOTT2 pic.twitter.com/ybY92Jqn5l
— Tweetishbird (@tweetishbird) July 1, 2023
Bigg Boss માં હોબાળો શરૂ
Bigg Boss શો શરૂ થાય અને કોઇ હોબાળો ન થાય તેવું કેવી રીતે બની શકે. એકવાર ફરી શો શરૂ થયાના શરૂઆતી તબક્કામાં જ એક મોટો હોબાળો થતો જોવા મળ્યો છે. જણાવી દઇએ કે, શોનું લાઈવ ફીડ સ્ટ્રીમિંગ છે, જેમાં સ્પર્ધકોને હંમેશા દર્શકો લાઈવ જોવા મળે છે. સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ Bigg Boss OTT 2 ના ઘરની અંદર હાલમાં લગભગ 10 સ્પર્ધકો છે. હાલમાં જ જેદ હદીદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેદ હદીદ આ વીડિયોમાં પોતાનું પેન્ટ ઉતારતા જોવા મળી રહ્યો છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને તે પછી બેબીકાએ શો છોડવાની જીદ શરૂ કરી હતી.
જેદ સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ
વાસ્તવમાં શોમાં બેબિકા અને જેદ વચ્ચે કોઈ મુદ્દે જોરદાર દલીલ થઈ હતી. બેબિકા જેદ સાથે ઉગ્ર ચર્ચા કરતી જોવા મળે છે પરંતુ જેદ તેના પર વધુ પ્રતિક્રિયા આપતો નથી. પરંતુ થોડા સમય પછી, જેદ બેબીકાના શબ્દોથી એટલો પરેશાન થઈ જાય છે કે તે અશ્લીલ કૃત્યો કરે છે. જેદ બેબીકાને ઘરના બધા સભ્યોની સામે પોતાની પેન્ટ ઉતારીને કહે છે, 'તમારે મારી વાસ્તવિકતા જોવી છે, જુઓ..', તે પછી તે તેનું પેન્ટ નીચે ખેંચે છે અને તેનું બટ બતાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને જેદને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
Salman Khan slams Jad hadid for his behavior (Jad has removed his pant & shown talk to a$$ gesture to Bebika in his fight last night)pic.twitter.com/INwmZSGkBy
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) July 1, 2023
સલમાને ખાને લીધી જેદ હદીદની લીધી ક્લાસ
'Bigg Boss OTT 2'ના જેદ હદીદ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. છેલ્લા એપિસોડમાં જેદ હદીદે આકાંક્ષા પુરીને ફ્રેન્ચ કિસ કરી હતી, જેના કારણે લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો. વળી, જેદ હદીદ ફરી ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરના એપિસોડમાં, બેબીકા ધુર્વે અને જેદ હદીદ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આ ચર્ચામાં બેબિકા જેદને કંઈક કહેતી રહી, પણ જેદ બેબિકાને બધાની સામે કહે છે, 'તમારે મારી વાસ્તવિકતા જોવી છે, તો જુઓ અને તે પોતાની પેન્ટ ઉતારી લે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સલમાન ખાને પણ જેદ હદીદ પર ક્લાસ લગાવી છે, જે બાદ તેણે જેદની પાસે માફી મંગાવી હતી. વળી, ત્રણ લોકો (પુનીત સુપરસ્ટાર, પલક પુરસ્વાની અને આલિયા સિદ્દીકી)ને 17 દિવસમાં બિગ બોસના ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વળી, જિયા શંકર, અભિષેક મલ્હાન અને આકાંક્ષા પુરીને ઘરમાંથી બહાર કાઢવા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ, આકાંક્ષા પુરીને આ અઠવાડિયે ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે.
આ પણ વાંચો - Bigg Boss ના પ્રથમ હોસ્ટ અરશદ વારસીને કેમ કરાયા રિપ્લેસ, સલમાન ખાનને લઇને કર્યો આ ખુલાસો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ