Jayram Ramesh on INDIA Alliance: કોંગ્રેસ નેતા દ્વારા INDIA ગઠબંધનના પાયા કેમ નબળા થયાની હકીકત જણાવી ?
Jayram Ramesh on INDIA Alliance: વર્ષ 2023 ની શરૂઆત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે વિપક્ષ દ્વારા INDIA ગઠબંધન તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2024 ની આસપાસ આ ગઠબંધનમાં તરાડો પડવા લાગી હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે, છત્તીસગઠમાં ભાજપને વર્ષ 2023 ની પાંચ રાજ્યોની ચૂંટણીમાં જીત મળી હતી.
- INDIA ગઠબંધનના પાયાઓ નબળા થયા
- બેઠક વહેંચણીમાં વિલંબ થયોઃ જયરામ રમેશ
- AAP-TMC સાથે વચેનો રસ્તો મેળવાશેઃ કોંગ્રેસ સાંસદ
INDIA ગઠબંધનના પાયાઓ નબળા થયા
પરંતુ, હવે આ વિપક્ષી ગઠબંધન સંપૂર્ણપણે વિખેરાઈ ગયું છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (CM Mamata Banerjee) પશ્ચિમ બંગાળમાં 'એકલા ચલો રે' કહ્યું છે. તે ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ કોંગ્રેસ (Congress) નો હાથ મૂકીને ભાજપ (BJP) ને બાથ ભરી છે. પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે તે એકલા હાથે ચૂંટણી લડશે. વિપક્ષી ગઠબંધનથી અલગ થયેલા નેતાઓએ સર્વસંમતિથી કહ્યું છે કે કોંગ્રેસે સીટ વહેંચણીમાં ઘણો વિલંબ કર્યો છે.
બેઠક વહેંચણીમાં વિલંબ થયોઃ જયરામ રમેશ
#WATCH | Ambikapur, Chhattisgarh | On INDIA Alliance seat sharing for Lok Sabha elections, Congress General Secretary in-charge Communications, Jairam Ramesh says, "...I admit that there has been a slight delay. But this is a difficult task because we are contesting against a few… pic.twitter.com/nmEPQCs56y
— ANI (@ANI) February 13, 2024
એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ (Congress) ના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, હું એ વાત સાથે સંમત છું કે,બેઠક વહેંચણીમાં વિલંબ થયો છે. પરંતુ તે મુશ્કેલ કાર્ય છે કારણ કે અમે રાજ્ય સ્તરે કેટલીક પાર્ટીઓ સામે ચૂંટણી લડી રહ્યા છીએ. ભાજપને હરાવવા માટે અમે રાષ્ટ્રીય સ્તરે એકજૂટ છીએ. આ બાબતોને ઉકેલવાના પ્રયત્નોમાં થોડો સમય લાગ્યો છે.
AAP-TMC સાથે વચેનો રસ્તો મેળવાશેઃ કોંગ્રેસ સાંસદ
કોંગ્રેસ (Congress) નેતાએ વધુમાં કહ્યું, હું સંમત છું કે તે પહેલા થવું જોઈતું હતું, પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ હતી. DMK, NCP, Shivsena અને સમાજવાદી પાર્ટી સાથે કોઈ સમસ્યા નથી. મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે પશ્ચિમ બંગાળ (West Bengal) અને પંજાબ (Punjab) ની વાત આવે છે. અહીં બેઠકો વધુ છે. જો કે આ સમસ્યા માટે વચેનો રસ્તો શોધી કાઢવામાં આવશે અને થોડા દિવસોમાં બેઠકોની વહેંચણી નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: Election 2024: કોંગ્રેસને ફરી એક ઝટકો! પંજાબ અને બંગાળ બાદ દિલ્હીમાં પણ મળી નિરાશા