Japan Typhoon : જાપાનમાં આવ્યું 1960 પછીનું સૌથી વિનાશક તોફાન
- જાપાનમાં ટાયફૂન શાનશાને ભારે તબાહી મચાવી
- 5 લોકોના મોત અને 80 થી વધુ લોકો ઘાયલ
- 50 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ
- ભારે વરસાદ, પવન અને ભૂસ્ખલનનું વધ્યું જોખમ
- 1.87 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ
- પ્રશાસને વિવિધ ભાગોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું
Japan Typhoon : જાપાનના દક્ષિણી ક્ષેત્રમાં ત્રાટકેલા ભયાનક ટાયફૂન શાનશાને (The terrible typhoon Shanshan) વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. ગુરુવારે 252 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે આ તોફાન ક્યુશુ ટાપુ (Island of Kyushu) પર ત્રાટક્યું હતું. 2024નું આ સૌથી શક્તિશાળી તોફાન (Powerful Typhoon) હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને 1960 પછીના જાપાનના ઇતિહાસ (Japan's history) માં આ સૌથી વિનાશક તોફાનોમાંનું એક હતું.
ટાયફૂન શાનશાને જાપાનમાં ભારે તબાહી મચાવી
તોફાનના કારણે ભારે વરસાદ, પવન અને ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. જેના કારણે 50 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી હતી. હાલમાં, 5 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને 80 થી વધુ લોકો ઘાયલ થયા છે. ટોકુશિમામાં એક બે માળની ઇમારત ધરાશાયી થઈ હતી અને મિયાઝાકીમાં 200 થી વધુ ઇમારતોને નુકસાન થયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મિસાટો શહેરમાં છેલ્લા 48 કલાક દરમિયાન 791.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને 1.87 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
My Daughter and son in-law are currently in Tokyo.
Typhoon Shanshan slams Japanese island killing three, leaving one missing, and thousands without power
The storm has caused widespread damage on Kyushu Island, including landslides that have destroyed homes, and an emergency… pic.twitter.com/ye0W0I3nds
— John Metzner (@JohnRMetzner) August 29, 2024
અલગ-અલગ વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર
પ્રશાસને વિવિધ ભાગોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને ભૂસ્ખલન અને પૂરની શક્યતાને જોતાં લોકોને ઉચ્ચ સ્થાનો પર જવાની અપીલ કરી છે. ટાયફૂન શાનશાનની અસરો હજુ પણ અનુભવાઈ રહી છે અને રાહત-બચાવ કામગીરી ચાલુ છે. જાપાન સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ આ કુદરતી આફતથી થયેલા નુકસાનને પહોંચી વળવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.
આ પણ વાંચો: American Airlines Flight : ફ્લાઈટમાં પણ નથી સુરક્ષિત મહિલા, જાણો શું થયું તેની સાથે