Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતની ચાર નગરપાલિકા વિસ્તારમાં જંત્રીના સર્વેની કામગીરી શરૂ

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત  ૭ જૂન એટલે કે આજ થી સુરતની ચાર નગરપાલિકા વિસ્તારમાં જંત્રીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે, 4 નગરપાલિકાઓમાં સર્વેની કામગીરી  ગામડાઓમાં સર્વે થયા બાદ હવે શહેર તરફ જંત્રીની કામગીરી અંગે તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરાશે ,તરસાડી, ...
સુરતની ચાર નગરપાલિકા વિસ્તારમાં જંત્રીના સર્વેની કામગીરી શરૂ

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત 

Advertisement

૭ જૂન એટલે કે આજ થી સુરતની ચાર નગરપાલિકા વિસ્તારમાં જંત્રીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે,

4 નગરપાલિકાઓમાં સર્વેની કામગીરી 

Advertisement

ગામડાઓમાં સર્વે થયા બાદ હવે શહેર તરફ જંત્રીની કામગીરી અંગે તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરાશે ,તરસાડી,  કડોદરા, બારડોલી, અને માંડવી નગરપાલિકામાં બે સભ્યોની પાંચ ટીમો દ્વારા આ કાર્ય હાથ ધરાશે.સાથે જ સરકારના આદેશ મુજબ જંત્રી સર્વેની કામગીરી પૂરી થતાં તેનો સમગ્ર રિપોર્ટ અને ડેટા એન્ટ્રી સુરત જિલ્લા કલેકટરને સોંપવામાં આવશે

બે સભ્યોની પાંચ ટીમ દ્વારા સર્વે 

Advertisement

ગ્રામ સાથે સુરત જિલ્લા અને તાલુકાઓમા બે સભ્યોની પાંચ ટીમ દ્વારા સર્વનું આયોજન કરાયું છે, જેમાં તરસાડી, બારડોલી, કડોદરા, માંડવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે હવે ગામડાંઓના સર્વે પુરા થતા તેનો અનુભવ અને કામગીરી ચાર નગરપાલિકામાં જંત્રીના રિ-સર્વે ના ભાગ રૂપે કરવામાં આવશે..

મહત્વ ની વાત એ છે કે સુરત જિલ્લાના ૫૦ થી વધુ ગામડાંઓમાં જંત્રીના સરવેની કામગીરી સમાપ્ત થઈ છે અને હવે શહેર અને તાલુકાઓમાં ટીમો દ્વારા નિરીક્ષણ કરાશે,સુરતની ચાર નગરપાલિકામાં રિ-સર્વેની કામગીરીનો પ્રારંભ કરાશે.સરકારના નિયમો પ્રમાણે બારડોલી, માંડવી, કડોદરા અને તરસાડી નગરપાલિકામાં વેલ્યુઝોન પ્રમાણે જમીનની બજાર કિંમત ફોર્મમાં લખાયા બાદ , દરેક નગરપાલિકામાં બે સભ્યોની પાંચ થી છ ટીમ જંત્રીના સર્વે માટે મેદાનમાં ઊતરશે. અધિકારી ઓનાં સૂચન પ્રમાણે એક સપ્તાહમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી ડેટા એન્ટ્રી કરવાની રહેશે.

લોકોને મુશ્કેલી ના પડે એ માટે રાજ્ય સરકારે જંત્રીના સાચા દર નક્કી કરવા માટે દરેક જિલ્લાના વેલ્યુઝોન ચોક્કસાઇથી નક્કી કર્યા છે.કારણ કે સર્વે કરનાર ટીમ દ્વારા વેલ્યુઝોન પ્રમાણે ડેટા સીટ સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક ને મોકલી આપવાની રહેશે, સર્વે ની કામગીરી પર એક નજર નાખીએ તો જંત્રી સર્વેની ટીમે કલેકટ કરેલી ડેટા સીટમાં જમીન અથવા મિલકતની બજાર કિંમત દર્શાવશે ત્યાર બાદ એની કિંમત પણ હાઈવે તથા મુખ્ય રસ્તા અને જે તે ગામની જમીનનો ઉલ્લેખ કરાશે.

હાલ એજ સુરતના ૫૮૭ ગામડાંઓમાં જંત્રી સરવેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેની ડેટા એન્ટ્રી પણ થઈ ચૂકી છે.આ તમામ કામગીરીમાં સરવેની ટીમને ગ્રામ્ય વિસ્તારનો સારો એવો અનુભવ રહ્યો છે.ગ્રામ્યમાં થયેલા સર્વે બાદ નગરપાલિકા બાદ સુડા અને પાલિકા વિસ્તારમાં રિ-સર્વે કરાશે,ગઈ ૧૪મી એપ્રિલના રોજ જંત્રીના ભાવ ડબલ કરાયા બાદ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં જંત્રીના સરવેની કામગીરી સોંપી હતી, જે બાદ દરેક જિલ્લામાં વેલ્યુઝોન મુજબ જંત્રીનો સરવે હાથ ધરાયો હતો, સરવે માં ગામડા ઓને પ્રધન્ય આપવામાં આવ્યું હતું,અને હવે સરવે આગળ વધતા તંત્ર ની કામગીરીમાં પણ વધારો થશે,જેને લઇ અધિકારીઓની કેટલીક ટીમો મેદાને ઉતારાય છે.

Tags :
Advertisement

.