Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૈન સમાજનું સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ, ત્રણ દિવસ બાદ અહિંસક લડત અપાશે

પાલીતાણામાં ભગવાન આદિનાથના પગલાને નુકસાન પહોંચાડવાની ઘટનાના વિરોધમાં અમદાવાદમાં જૈન સંઘોએ મહારેલી યોજી હતી. પાલડીથી શરુ થયેલી રેલી આરટીઓ સર્કલ ખાતે ધર્મસભામાં ફેરવાઈ હતી જ્યાં જૈન સાધુ સંતોએ પણ સભામાં સંબોધન કરી સરકારને ત્રણ દિવસનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ.પાલિતાણાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતપાલીતાણામાં ઘટેલી ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને તેના પગલે જૈન સમાજમાં રોષન
જૈન સમાજનું સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ  ત્રણ દિવસ બાદ અહિંસક લડત અપાશે
પાલીતાણામાં ભગવાન આદિનાથના પગલાને નુકસાન પહોંચાડવાની ઘટનાના વિરોધમાં અમદાવાદમાં જૈન સંઘોએ મહારેલી યોજી હતી. પાલડીથી શરુ થયેલી રેલી આરટીઓ સર્કલ ખાતે ધર્મસભામાં ફેરવાઈ હતી જ્યાં જૈન સાધુ સંતોએ પણ સભામાં સંબોધન કરી સરકારને ત્રણ દિવસનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ.
પાલિતાણાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત
પાલીતાણામાં ઘટેલી ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને તેના પગલે જૈન સમાજમાં રોષની લાગણી જન્મી છે. જૈન સમાજે આ ઘટનાના વિરોધમાં અમદાવાદ, સુરતમાં રેલીનું આયોજન કર્યુ હતુ. અમદાવાદમાં પાલડીથી શરુ થયેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો જાેડાયા હતા. આશરે અઢીસો જેટલા જૈન સાધુ સંતો પણ આ રેલીમાં જોડાયા હતા.
જૈન સમાજમાં નારાજગી
આ રેલી સંદર્ભે જૈન યુવા સંઘના પ્રમુખ ભદ્રેશ શાહે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, પાલીતાણામાં ગિરિરાજ પર્વત એ જૈનોનું પવિત્ર સ્થાન છે. ભગવાનના પગલાને નુકસાન પહોંચાડવાની ઘટનાથી સમગ્ર જૈન સમાજ નારાજ છે અને ઘટના માટે જવાબદાર લોકોની ધરપકડ કરવા માગણી કરી છે. આ અંગે કલેક્ટરના પ્રતિનિધિને અમદાવાદમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રી, ગૃહમંત્રીને મળી શકે છે પ્રતિનિધિ મંડળ
આવેદનપત્રમાં માગણી કરાઈ છે કે ગિરિરાજ પર્વત આસપાસ કરાતુ ગેરકાયદે ખનન બંધ કરાય, ગેરકાયદે મકાનોના દબાણ દૂર કરાય અને પાલીતાણામાં ચાલતા કતલખાનાઓ પણ બંધ કરવા માગણી કરાઈ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળીને આ તમામ મુદ્દાઓનો કાયમી ઉકેલ આવે તે માટે રજૂઆત કરવા આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ તેઓને મળવા જાય તે અંગે પણ હાલ  વિચારણા કરવામાં આવી રહી છે. 
અહીંસાના માર્ગે આંદોલન
ધર્મસભા બાદ જૈન સાધુ વિજયરત્નસાગર સુરિશ્વરજીએ ગુજરા ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, જૈનોને પાલીતાણાની ઘટનાના સંદર્ભમાં ન્યાયની સરકાર પાસેથી અપેક્ષા છે. ગિરિરાજ પર્વત પર અને તેની આસપાસ ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ વહેલામાં વહેલી તકે સરકાર બંધ કરાવે તેવી માગણી છે. હાલના તબક્કે સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ અપાયુ છે, જો ત્રણ દિવસમાં યોગ્ય ઉકેલ નહી આવે તો જૈન સમાજ અહિંસાના માર્ગે ચાલીને ઉપવાસ આંદોલન સહિતની દિશામાં આગળ વધવા રણનિતી તૈયાર કરી રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.