Gaza માં હોસ્પિટલ પર ઈઝરાયેલ સેનાનો હવાઈ હુમલો, 17 પેલેસ્ટાઈનનું મૃત્યુ
- હુમલો ઉત્તરી Gaza માં કમલ અડવાન હોસ્પિટલ પર થયો
- Gaza માં ટૂંક સમયમાં દુકાળ આવી શકે છે
- Gaza માં સર્વત્ર માત્ર અરાજકતા અને ચીસો સંભળાય
Israeli Attack On Kamal Adwan Hospital : Gaza અને Israel વચ્ચે એક વર્ષ પૂર્ણ થયા પછી પણ સતત Israel નો Gaza ઉપર હુમાલાઓ યથાવત છે. આ હુમલાની અંદર દરરોજ અનેક માસૂમો અને બાળકો જીવ ગુમાવે છે. તે ઉપરાંત સ્થાનિક લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડે છે. જોકે યુદ્ધ દરમિયાન અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે કે, Israel ના હુમલાઓના કારણે Gaza એક જીવતું સ્મશાન બની ગયું છે.
હુમલો ઉત્તરી Gaza માં કમલ અડવાન હોસ્પિટલ પર થયો
Israel ના તાજેતરના Gaza ઉપર કરેલા હવાઈ હુમલામાં 17 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જ્યારે 86 લોકો ઘાયલ થયા છે. આ હુમલો ઉત્તરી Gaza માં કમલ અડવાન હોસ્પિટલ પર થયો હતો. આ પહેલા બીત લાહિયા વિસ્તારમાં થયેલા હુમલામાં 7 લોકોના મોત થયા હતા. Gaza ના બીત લાહિયા વિસ્તારમાં કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. લોકો તેમને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. સ્થાનિક ડોકટરોના જણાવ્યા અનુસાર, એન્ક્લેવના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારે હુમલામાં પાંચ પેલેસ્ટિનિયનો પણ માર્યા ગયા હતા.
આ પણ વાંચો: Ajit Doval એ નાઈજીરિયાના NSA સાથે મુલાકાત કરી, આતંકવાદના મુદ્દાઓ પર કરી ચર્ચા
What is happening at Kamal Adwan Hospital is a complete crime. After targeting children’s patient rooms, burning the medicine storage, and destroying water tanks, the Israeli occupation forces are now deliberately targeting the hospital and everyone inside it directly. pic.twitter.com/V7qPENLFXT
— أنس الشريف Anas Al-Sharif (@AnasAlSharif0) November 5, 2024
Gaza માં ટૂંક સમયમાં દુકાળ આવી શકે છે
4 નવેમ્બરે પણ Gaza માં IDF એરસ્ટ્રાઈકમાં 39 લોકો માર્યા ગયા હતા. જેમાંથી ખાન યુનિસમાં થયેલા હુમલામાં 8 લોકો માર્યા ગયા હતા, જ્યારે ઉત્તરીય ક્ષેત્રમાં 31 લોકો માર્યા ગયા હતા. Gaza ના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 39 પેલેસ્ટિનિયન માર્યા ગયા, જ્યારે 156 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામએ ચેતવણી આપી હતી કે Gaza માં ટૂંક સમયમાં દુકાળ આવી શકે છે. લોકો પહેલેથી જ ભૂખથી મરી રહ્યા છે. એટલું જ નહીં અહીંની હોસ્પિટલોમાં લાશોના ઢગલા જોવા મળે છે.
Gaza માં સર્વત્ર માત્ર અરાજકતા અને ચીસો સંભળાય
એક પછી એક મૃતકો અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. Gaza માં સર્વત્ર માત્ર અરાજકતા અને ચીસો સંભળાય છે. પેલેસ્ટિનિયન તબીબોના જણાવ્યા અનુસાર, 4 નવેમ્બરે Israel સેનાએ Gaza પટ્ટીમાં પણ જોરદાર હવાઈ હુમલો કર્યો હતો. આમાં ઓછામાં ઓછા 31 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: જો ટ્રમ્પ અને હેરિસને સરખા મત મળે તો વિજેતા આ રીતે નક્કી થશે?