Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad એરપોર્ટ પર IPL ની 3 ટીમો પહોંચે તે પહેલા પહોંચ્યા આતંકવાદી અને અચાનક...

ISIS Terrorists : IPL ની qualifier અને એલિમિનેટર રમવા માટે અમદાવાદ એરપોર્ટ પર ત્રણ IPL ની ટીમના આગમનની તૈયારી ચાલી રહી હતી. ત્યારે જ અચાનક Gujarat ATS ની ટીમ આવી પહોંચી અને પ્લેનમાંથી ઉતરેલા 4 આતંકવાદીઓની ધરપકડ કરી લીધી હતી....
ahmedabad એરપોર્ટ પર ipl ની 3 ટીમો પહોંચે તે પહેલા પહોંચ્યા આતંકવાદી અને અચાનક

ISIS Terrorists : IPL ની qualifier અને એલિમિનેટર રમવા માટે અમદાવાદ એરપોર્ટ પર ત્રણ IPL ની ટીમના આગમનની તૈયારી ચાલી રહી હતી. ત્યારે જ અચાનક Gujarat ATS ની ટીમ આવી પહોંચી અને પ્લેનમાંથી ઉતરેલા 4 આતંકવાદીઓની ધરપકડ કરી લીધી હતી. જેના પગલે થોડા સમય માટે એરપોર્ટ પરના લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. હાલ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Advertisement

IPL ની ક્વોલિફાયર મેચ અગાઉ પોલીસ તંત્ર સક્રિય

IPL ની ક્વોલીફાયર મેચ પહેલા ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ISIS ના ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ચારેય આતંકવાદીઓની કથિત રીતે ISIS સાથે સંડોવણી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. ચારેય આરોપી શ્રીલંકન નાગરિક હોવાનું સામે આવ્યું છે. તેઓ શ્રીલંકાથી ચેન્નાઇ અને ચેન્નાઇથી અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે, માહિતી મળી હતી કે, ચારેય લોકો મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફ્રાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રાજદીન છે. આ ચારેય લોકો શ્રીલંકન નાગિરકો છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્ય છે.

અમદાવાદ એરપોર્ટ પર ત્રણ ટીમોની રાહ જોવાઇ રહી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, IPL ની ક્વોલીફાયર અને એલિમિનેટર રમતો માટે અમદાવાદ એરપોર્ટ પર આઇપીએલની ત્રણ ટીમોનું આગમન થવાનું હતું. જો કે તેના ગણત્રીના સમય પહેલા એટીએસ દ્વારા આ ધરપકડ કરવામાં આવી હતી. હાલ એરપોર્ટ પર સુરક્ષા ખુબ જ કડક કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, IPL ની ક્વોલીફાયર અને એલિમિનેટર રમતો માટે અમદાવાદ એરપોર્ટ પર ત્રણ આઇપીએલની ટીમોના આગમન પહેલા આ ધરપકડો કરવામાં આવી છે. હાલ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે

Advertisement

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

આઇપીએલ 2024 ની પહેલી ક્વોલીફાયર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ થશે. જ્યારે એક એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લો વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Advertisement
Tags :
Advertisement

.