PAK vs AFG : પાકિસ્તાનની હારથી ઈરફાન પઠાન ખુશ, રાશિદ ખાન સાથે કર્યો ભાંગડા, Video
ODI વર્લ્ડ કપ 2023માં એક પછી એક મોટા અપસેટ જોવા મળી રહ્યા છે. અફઘાનિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડ બાદ હવે પાકિસ્તાન સામેની મેચમાં 8 વિકેટે જીત મેળવીને વર્લ્ડ કપમાં નવો રેકોર્ડ બનાવ્યો છે, જે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો પણ તે પહેલા હાંસલ કરી શકી ન હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમને 283 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 2 વિકેટના નુકસાન પર 49 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
ઈરફાનની પ્રતિક્રિયા વાયરલ
અફઘાનિસ્તાનની જીત બાદ પ્રશંસકો ખુબ જ ખુશ જોવા મળ્યા હતા. જીત બાદ ખેલાડીઓ આનંદથી ઉછળી પડ્યા, પરંતુ અહીં એક ખાસ વાત હતી. જીત બાદ ભારતના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર અને કોમેન્ટેટર ઈરફાન પઠાણે પણ જોરશોરથી ડાન્સ કર્યો હતો. તે રાશિદ ખાન સાથે ખુશીથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ઈરફાનની આ પ્રતિક્રિયા ઝડપથી વાયરલ થઈ રહી છે. ઈરફાન પઠાણે રાશિદ ખાન સાથે ડાન્સ કર્યા પછી બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જણાવી દઇએ કે, પાકિસ્તાન માટે આ ખૂબ જ શરમજનક હાર હતી. ICC વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની આ સતત ત્રીજી હાર હતી. પાકિસ્તાને નેધરલેન્ડ અને શ્રીલંકા સામે જીત નોંધાવીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તે પછી તેને પહેલા ભારત, પછી ઓસ્ટ્રેલિયા અને હવે અફઘાનિસ્તાનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
View this post on Instagram
ઈરફાનની આ પ્રતિક્રિયા ચાહકોમાં ચર્ચાનો વિષય બની
આ વીડિયોમાં ઈરફાન અફઘાની ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ઈરફાનની આ પ્રતિક્રિયા ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. ઘણા પ્રસંગોએ તે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનના 'પડોશીઓ' ને ટ્રોલ કરતો જોવા મળે છે. મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને પ્રથમ વિકેટ માટે 130 રનની શાનદાર ભાગીદારી કરી હતી. ગુરબાઝે 65 રનની ઇનિંગ રમી હતી અને ઝદરને 87 રનની ઇનિંગ રમી હતી. 34મી ઓવરમાં ઝદરાનના આઉટ થયા બાદ રહમત શાહે 77 રન બનાવ્યા હતા અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 48 રનની અણનમ ઇનિંગ રમીને માત્ર એક ઓવરમાં જ 8 વિકેટે શાનદાર વિજય સુનિશ્ચિત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનને 283 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રહેમાનુલ્લા ગુરબાઝ (53 બોલમાં 65 રન) અને ઈબ્રાહિમ ઝદરાન (113 બોલમાં 87 રન) એ પ્રથમ વિકેટ માટે 130 રન જોડીને અફઘાનિસ્તાનને શાનદાર શરૂઆત અપાવી હતી. આ પછી રહમત શાહ (84 બોલમાં અણનમ 77 રન) અને કેપ્ટન હસમતુલ્લાહ શાહિદી (45 બોલમાં અણનમ 48)એ ત્રીજી વિકેટ માટે 96 રનની અતૂટ ભાગીદારી કરી હતી, જેના કારણે અફઘાનિસ્તાને 49 ઓવરમાં 2 વિકેટે 286 રન બનાવીને જીત મેળવી હતી.
આ પણ વાંચો - IND vs NZ : ગૌતમનો બફાટ, કહ્યું – ‘વિરાટ કોહલી નથી ફિનિશર’
આ પણ વાંચો - PAK Vs AFG : અફઘાનિસ્તાનની ટીમે સર્જ્યો મોટો અપસેટ, ઈંગ્લેન્ડ બાદ પાકિસ્તાનને પણ હરાવ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે