Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આઇફોન યુઝર્સ માટે ખરાબ સમાચાર, આ મોડલમાં વોટ્સએપ સપોર્ટ નહીં કરે

WhatsApp iOS 10 અને iOS 11 માટે સપોર્ટ બંધ કરી રહ્યું છે અને આઇફોન યુઝર્સ માટે iOS 12ને  નવી સોફ્ટવેર આવશ્યકતા બનાવી છે. જૂના iOS વર્ઝનને પાછળ છોડીને WhatsApp આખરે iPhone 5 અને iPhone 5c મૉડલ્સ માટે સપોર્ટ પૂર્ણ કરી રહ્યું છે - યુઝર્સ ને નવા iPhone પર અપગ્રેડ કરવાનું કારણ આપવામાં આવ્યું છે. WhatsAppએ યુઝર્સને iOS 10 અને iOS 11 પર અપડેટ વિશે સૂચના આપવાનું શરૂ કરી દીધું છે. જૂના iOS વર્ઝન માટે સપોર્ટ છોડી દેવાનો અનિવાર્યપણે અર્થ એ છે કે WhatsA
આઇફોન યુઝર્સ માટે ખરાબ સમાચાર  આ મોડલમાં વોટ્સએપ સપોર્ટ નહીં કરે
WhatsApp iOS 10 અને iOS 11 માટે સપોર્ટ બંધ કરી રહ્યું છે અને આઇફોન યુઝર્સ માટે iOS 12ને  નવી સોફ્ટવેર આવશ્યકતા બનાવી છે. જૂના iOS વર્ઝનને પાછળ છોડીને WhatsApp આખરે iPhone 5 અને iPhone 5c મૉડલ્સ માટે સપોર્ટ પૂર્ણ કરી રહ્યું છે - યુઝર્સ ને નવા iPhone પર અપગ્રેડ કરવાનું કારણ આપવામાં આવ્યું છે. 
WhatsAppએ યુઝર્સને iOS 10 અને iOS 11 પર અપડેટ વિશે સૂચના આપવાનું શરૂ કરી દીધું છે. જૂના iOS વર્ઝન માટે સપોર્ટ છોડી દેવાનો અનિવાર્યપણે અર્થ એ છે કે WhatsApp યુઝર્સઓ હવે નવા અપડેટ્સ તેમજ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ માટે પ્રાયવસી  અપડેટ્સ મેળવી શકશે નહીં. સિવાય કે તેઓ નવા iOS વર્ઝન અપડેટ કરે.
યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર  એક સ્ક્રીનશૉટ શેર કરવામાં આવ્યો છે અને અહેવાલો અનુસાર, WhatsApp 24 ઓક્ટોબરથી iOS 10 અને iOS 11ને સપોર્ટ કરવાનું બંધ કરશે. એપ્લિકેશન યુઝર્સને નવા iOS સંસ્કરણ પર અપડેટ કરવા માટે એલર્ટ આપી રહી છે. જેથી વોટ્સએપ સપોર્ટ ચાલુ રહે.
જો તમારી પાસે iPhone 5 અથવા iPhone 5c છે, તો નવા iOS રિલીઝમાં અપડેટ કરવું શક્ય નથી. જો કે, જો તમારી પાસે iPhone 5s અથવા તે પછીનું મોડલ છે તો તમે WhatsAppને સપોર્ટ કરવાનું ચાલુ રાખવા માટે iOS 12 પર અપડેટ કરી શકો છો.
WhatsAppએ તેના સપોર્ટેડ ઓપરેટિંગ સિસ્ટમ્સ FAQ પેજને હેલ્પ સેન્ટર સાઇટ પર અપડેટ કર્યું છે તે બતાવવા માટે કે તે iOS 12 અથવા નવા વર્ઝન પર ચાલતા iPhones માટે યુઝર્સને સ્પોર્ટ અને ભલામણ કરી રહ્યું છે. સોફ્ટવેરની જરૂરિયાતમાં બદલાવને દર્શાવવા વોટ્સએપની એપસ્ટોરના લિસ્ટને પણ અપડેટ કરવામાં આવ્યું છે.  
Advertisement
Tags :
Advertisement

.