બિહારના 15 જિલ્લામાં ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 24 કલાક માટે વધારવામાં આવ્યો
બિહારમાં અગ્નિપથ યોજના સામે થયેલા હોબાળાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 15 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ 19 જૂનથી 48 કલાક માટે લંબાવ્યો છે. હવે 20 જૂન સુધી રાજ્યના 15 જિલ્લામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે. અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓને રોકવા માટે તમામ પ્રકારની સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, આ જિલ્લાઓમાં સરકારી કામકાજ માટે ઉપયોગ
બિહારમાં અગ્નિપથ યોજના સામે થયેલા હોબાળાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 15 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ 19 જૂનથી 48 કલાક માટે લંબાવ્યો છે. હવે 20 જૂન સુધી રાજ્યના 15 જિલ્લામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે. અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓને રોકવા માટે તમામ પ્રકારની સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, આ જિલ્લાઓમાં સરકારી કામકાજ માટે ઉપયોગમાં લેવાતી ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
કૈમૂર, ભોજપુર, ઔરંગાબાદ, રોહતાસ, બક્સર, નવાદા, પશ્ચિમ ચંપારણ, સમસ્તીપુર, લખીસરાય, બેગુસરાય, વૈશાલી, સારણ, મુઝફ્ફરપુર, મોતિહારી અને દરભંગામાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત રહેશે. અગ્નિપથ યોજનાને લઈને તોડફોડ, આગચંપી અને બલાસ્ટિંગની મોટાભાગની ઘટનાઓ પણ આ જિલ્લાઓમાં બની છે.
આ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
- Facebook
- Twitter
- Whatsapp
- QQ
- Wechat
- Qzone
- Tublr
- Google+
- Baidu
- Skype
- Viber
- Line
- Snapchat
- Pinterest
- Telegram
- Reddit
- Snaptish
- Youtube (upload)
- Vinc
- Xanga
- Buaanet
- Flickr
Advertisement