Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા Gaurav Bhatia સાથે ગુજરાત ફર્સ્ટ પર રસપ્રદ સંવાદ

Exclusive interview with Gaurav Bhatia : લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ની તૈયારીઓ હાલમાં તમામ પાર્ટીઓ જોરશોરમાં તૈયારીઓ કરી રહી છે. તમામ પક્ષો ગુજરાતમાં ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના નેતાઓ ગુજરાતના પ્રવાસે સતત આવી રહ્યા...
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા gaurav bhatia સાથે ગુજરાત ફર્સ્ટ પર રસપ્રદ સંવાદ

Exclusive interview with Gaurav Bhatia : લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ની તૈયારીઓ હાલમાં તમામ પાર્ટીઓ જોરશોરમાં તૈયારીઓ કરી રહી છે. તમામ પક્ષો ગુજરાતમાં ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના નેતાઓ ગુજરાતના પ્રવાસે સતત આવી રહ્યા છે. ત્યારે ખાસ ભાજપની કેવી તૈયારી છે અને સાથે સાથે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી છે તમામ બાબતે આજે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા (Gaurav Bhatia) એ ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝીવ વાતચીત કરી હતી.

Advertisement

Gaurav Bhatia સાથે ગુજરાત ફર્સ્ટ પર રસપ્રદ સંવાદ

ગુજરાત ફર્સ્ટ સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા (Gaurav Bhatia) એ રસપ્રદ સંવાદ કર્યો હતો. ગુજરાત ફર્સ્ટ તરફથી થયેલા સવાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે તો ભાજપની કેવી તૈયારી છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે, ભાજપ ચૂંટણીને લઇને તૈયારીઓ કરતી નથી. જે મૂળ મંત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ તમામ પાર્ટી કાર્યકર્તાઓને આપ્યો છે કે કેવી રીતે આપણે ભારતને સક્ષમ બનાવવાનો છે. જે નાગરિકો છે તેને પણ સક્ષમ બનાવવાના છે. આગળ તેમણે ગુજરાતની જનતાનો આભાર માનતા કહ્યું કે, હું ગુજરાતની જનતાને ધન્યવાદ કરવા માંગુ છું કે તેમણે અમને નરેન્દ્ર મોદીજી જેવા એક મહારત્નને આપ્યા છે. જે એક મૂળ મંત્ર સાથે કામ કરે છે કે આ જીવનમાં અસંભવ જેવું કઇ પણ નથી.

Advertisement

મોદીજીએ અસંભવને સંભવ બનાવ્યું : ગૌરવ ભાટીયા 

અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વિશે વાતચીત કરતા ગૌરવ ભાટીયા (Gaurav Bhatia) એ કહ્યું કે, 22 જામ્યુઆરીથી એક સ્વર્ણિમયુગની શરૂઆત થશે. તમામ ભારતીયોને અયોધ્યામાં રામ મંદિર મળવા જઇ રહ્યું છે. અને આ કોઇ વ્યક્તિ જો અસંભવને સંભવ બનાવ્યું હોય તો તે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી છે. આ જ કારણ છે કે હું સૌથી પહેલા ધન્યવાદ અહીંની જનતાનો કરવા માંગુ છું.

Advertisement

કોંગ્રેસના આમંત્રણ અસ્વીકારવા અંગે ગૌરવ ભાટીયાએ શું કહ્યું ?

ગૌરવ ભાટીયાએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના આમંત્રણ અસ્વીકારવા અંગે કહ્યું કે, ભગવાન રામના કોણ દર્શન કરશે અને કોણ અયોધ્યા આવશે તેની પસંદગી પ્રભુ પોતે બહુ સારી રીત કરે છે. મને તે કહેતા ઘણુ દુઃખ થાય છે કે કોંગ્રેસ પાર્ટીનું ચરિત્ર જ હિન્દુ વિરોધી થઇ ગયું છે. તેમના નેતાઓ ખૂબ બફાટ કરી રહ્યા છે. કોઇ કહે છે કે રામ મંદિર બનવાથી ભારત 500 વર્ષ પાછળ જતુ રહેશે. ત્યારે હું એ વાત ખાસ કરીશ કે જે કોંગ્રેસના નેતાઓ છે કે કાર્યકર્તાઓ છે તે પણ મનથી અયોધ્યામાં રામ મંદિર બનવા પર તેનું સ્વાગત કરી રહ્યા છે. ગુજરાતના પણ ઘણા નેતાઓએ કોંગ્રેસના શીર્ષ નેતાઓના નિર્ણય પર વિરોધ વ્યક્ત કર્યો છે. મને લાગે છે કે કોંગ્રેસમાં આત્મ ચિંતનની જે પ્રથા હતી તે ખતમ થઇ ગઇ છે. તેમના કાર્યકર્તાઓની કોઇ સાંભળતું નથી અને આજે આ જ કારણથી તેમની આવી સ્થિતિ છે.

વધુ માહિતી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો...

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાનું Exclusive Interview જોવા માટે અહીં કરો ક્લિક

આ પણ વાંચો - Mukul Wasnik : તૂટતી કોંગ્રેસ વચ્ચે પ્રભારીના ગુજરાતમાં ધામા

આ પણ વાંચો - Loksabha ELection : લોકસભા સીટોના ક્લસ્ટર પ્રભારીઓને દિલ્હી બોલાવાયા, જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં યોજાશે બેઠક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.