Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતના સ્પેસ સેક્ટરમાં એલોન મસ્ક જેવા લોકોની જરૂર:ISRO Chief S. Somnath

ભારતીય અવકાશ સંશોધન સંગઠનના અધ્યક્ષ એસ સોમનાથે તાજેતરમાં એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ઈન્ડિયન સ્પેસ સેક્ટરમાં એલોન મસ્ક જેવા લોકોની ખાસ જરૂર છે. વ્યક્તિગત ઝૂનુનની ખૂબ આવશ્યકતા છે. આના દ્વારા તેમણે ઈન્ડિયન સ્પેસ સેક્ટરમાં પ્રાઈવેટ પ્લેયર્સને...
ભારતના સ્પેસ સેક્ટરમાં એલોન મસ્ક જેવા લોકોની જરૂર isro chief s  somnath

ભારતીય અવકાશ સંશોધન સંગઠનના અધ્યક્ષ એસ સોમનાથે તાજેતરમાં એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ઈન્ડિયન સ્પેસ સેક્ટરમાં એલોન મસ્ક જેવા લોકોની ખાસ જરૂર છે. વ્યક્તિગત ઝૂનુનની ખૂબ આવશ્યકતા છે. આના દ્વારા તેમણે ઈન્ડિયન સ્પેસ સેક્ટરમાં પ્રાઈવેટ પ્લેયર્સને વધુને વધુ સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.

Advertisement

એલોન મસ્ક જેવા લોકોની જરૂર  : ISRO સ. સોમનાથ

Advertisement

ISRO ના વડા એસ. સોમનાથે ભારતીય અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધે તે માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે અમે સ્પેસ સેક્ટરમાં વધુ ઈન્ડસ્ટ્રીના લોકોને જોવા માંગીએ છીએ. જેમ કે અમેરિકામાં એલોન મસ્ક છે. અમારે અહીં રોકાણ કરવા માટે તેમના જેવા વ્યક્તિની જરૂર છે. તેમણે કહ્યું કે રોકેટ ડિઝાઇનિંગમાં ખર્ચ ઓછો કરી શકાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

ભારતીય અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારી માટે હાકલ કરી

ઈસરોના વડા એસ. સોમનાથે બુધવારે ભારતીય અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારી માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે એલોન મસ્કની જેમ ભારતમાં વધુને વધુ ઉદ્યોગપતિઓએ અંતરિક્ષ સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ. હકીકતે રાષ્ટ્રીય રાજધાનીમાં AIMAના વાર્ષિક સંમેલનને સંબોધતા સોમનાથે કહ્યું કે અમે અવકાશ ક્ષેત્રમાં વધુ ઉદ્યોગના લોકોને જોવા માંગીએ છીએ. જેમ કે અમેરિકામાં એલોન મસ્ક છે. અમારે અહીં રોકાણ કરવા માટે તેમના જેવા વ્યક્તિની જરૂર છે. જો કે, આ એક સરળ ક્ષેત્ર નથી. તેને વ્યક્તિગત જુસ્સાની જરૂર છે, અહીં આંચકા લાગી શકે છે. તેથી મારી સલાહ એ છે કે ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ જેવા એપ્લિકેશન સેગમેન્ટમાંથી પ્રાઈવેટ પ્લેયર્સ ચાલુ કરી શકે છે.

તેમણે કહ્યું કે રોકેટ ડિઝાઇનિંગમાં ખર્ચને ઓછું કરી શકાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે, જેથી ખાનગી સંસ્થાઓ રોકેટ ડિઝાઈન કરી શકે. હાલમાં 53 ઉપગ્રહો છે, પરંતુ જો આપણે સ્પેસ સેક્ટરમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માંગતા હોય તો આ જગ્યાએ ઓછામાં ઓછા 500 હોવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે નિષ્ફળતા એ સ્પેસ સેક્ટરનો નેચરલ પાર્ટ છે, પરંતુ ઈસરોમાં તેના માટે કોઈને સજા કરવામાં આવતી નથી. તેથી જ તે વૈજ્ઞાનિકોને નિર્ણય લેવામાં નવા અભિગમો અપનાવવા પ્રોત્સાહિત કરે છે.

આ પણ  વાંચો -MANIPUR VIOLENCE : મણિપુરમાં સ્થિતિ ફરી વણસી, દેખાવકારોએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી

Tags :
Advertisement

.