IND vs NZ 2nd Test Day 2 : ટીમ ઈન્ડિયાનો ધબડકો, પ્રથમ ઇનિંગમાં બનાવ્યા માત્ર 156 રન
- ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં ધરાશાયી
- ભારતીય ટીમ 156 રનમાં ઓલ આઉટ
- રવિન્દ્ર જાડેજા સિવાય જયસ્વાલ અને ગિલના સૌથી વધુ રન
IND vs NZ 2nd Test Day-2 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જ્યા ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ મેચનું પુનરાવર્તન કરવાની શરૂઆત કરી છે. જીહા, 259 રનના જવાબમાં ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 156 રન બનાવી શકી અને ઓલ આઉટ થઇ ગઇ હતી.
ભારતીય ખેલાડીઓનું શરમજનક પ્રદર્શન
ન્યુઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે તેની કારકિર્દીની પ્રથમ 5 વિકેટ ઝડપીને કુલ 7 વિકેટ લીધી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. જ્યારે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલે 30-30 રનની ઇનિંગ્સ રમી હતી. જણાવી દઇએ કે, રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ફસાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જે પીચ પર ન્યૂઝીલેન્ડે 250થી વધુ રન બનાવ્યા હતા, ત્યાં ટીમ ઈન્ડિયા માત્ર 156 રન જ બનાવી શકી હતી. હવે ન્યુઝીલેન્ડ પાસે સારી લીડ છે અને જો તે બીજી ઇનિંગમાં પણ સારી બેટિંગ કરશે તો ભારતીય ટીમને હારનો ખતરો છે. સિરીઝની પહેલી મેચ હાર્યા બાદ ભારતીય ટીમ પહેલેથી જ બેકફૂટ પર છે, હવે જો બીજી મેચ પણ ખતરામાં આવશે તો ટેન્શન વધી જશે. એટલું જ નહીં, એવું લાગે છે કે ભારતીય ટીમ પોતાની જ જાળીમાં ફસાઈ ગઈ છે.
Innings Break! #TeamIndia all out for 156.
Scorecard ▶️ https://t.co/YVjSnKCtlI #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/K7ir5j4a6G
— BCCI (@BCCI) October 25, 2024
પ્રથમ મેચનું પુનરાવર્તનની સંભાવના
ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ સીરીઝની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ હતી. પહેલા દિવસે એ પીચ પર ઘણો બાઉન્સ હતો. જેના કારણે ભારતીય બેટ્સમેનો ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ભારત પ્રથમ ઇનિગ માત્ર 46 રનમાં સમેટાઈ ગઇ હતી. જો કે ભારતે બીજી ઇનિંગમાં સારી બેટિંગ કરી હતી. સરફરાઝ ખાને 150 અને રિષભ પંતે 99 રન બનાવ્યા હતા, પરંતુ આ જીત માટે પૂરતું નહોતું. ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં જ એટલી પાછળ ચાલી ગઈ હતી કે ત્યાંથી વાપસી કરવી મુશ્કેલ બની ગઈ હતી. જેના કારણે તે મેચ હારી ગઈ હતી. હવે બીજી મેચમાં પણ તેનું પુનરાવર્તન થાય તેવી સંભાવનાઓ છે.
આ પણ વાંચો: Cricket Australia એ ડેવિડ વોર્નરને આપી મોટી રાહત, આજીવન પ્રતિબંધ હટાવ્યો