IND vs AFG 3rd T20 : ભારતની શાનદાર જીત, બિશ્નોઈએ કર્યો આ કમાલ
IND vs AFG : બેંગલુરુમાં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન (IND vs AFG) વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. પહેલા બંને ટીમો વચ્ચેની મેચ ટાઈ રહી હતી. આ પછી સુપર ઓવરમાં બંને ટીમ 16-16 રન જ બનાવી શકી અને આ સુપર ઓવર પણ ટાઈ થઈ ગઈ. ત્યારબાદ બીજી સુપર ઓવરમાં ભારતીય ટીમનો વિજય થયો હતો.
બીજી સુપર ઓવરમાં ભારતીય ટીમે 5 બોલમાં 11 રન બનાવ્યા હતા. આ પછી કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) બોલિંગ સ્પિનર રવિ બિશ્નોઈને (Bishnoi0 સોંપી. ત્યારબાદ બિશ્નોઈએ પોતાની સ્પિનનો જાદુ દેખાડ્યો અને અફઘાનિસ્તાનને માત્ર 3 બોલમાં 1 રન પર ઘટાડી દીધો. બિશ્નોઈએ મોહમ્મદ નબી અને રહેમાનુલ્લા ગુરબાઝને શિકાર બનાવ્યા હતા.
It's all over in Bengaluru as #TeamIndia win the second super-over and the third T20I! 😎🙌
Ravi Bishnoi with the two wickets under pressure!
Scorecard ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/tlVRfPAI7L
— BCCI (@BCCI) January 17, 2024
આ જીત સાથે ભારતીય ટીમે 3 મેચની T20 શ્રેણીમાં અફઘાનિસ્તાનનો 3-0થી ક્લીન સ્વીપ કરી લીધો છે. આ મેચમાં રોહિત શર્માએ રેકોર્ડ સદી ફટકારીને ધમાકો મચાવ્યો હતો. રિંકુ સિંહે પણ ઝડપી ફિફ્ટી ફટકારી હતી. આ સાથે ભારતે સૌથી વધુ ક્લીન સ્વીપ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
WHAT. A. MATCH! 🤯
An edge of the seat high scoring thriller in Bengaluru ends with #TeamIndia's match and series win 🥳
Scorecard ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/731Wo4Ny8B
— BCCI (@BCCI) January 17, 2024
બીજી સુપર ઓવરમાં ભારતે 11 રન બનાવ્યા હતા
બીજી સુપર ઓવરમાં ભારતે તેની બંને વિકેટ માત્ર 11 રનમાં ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ પૂરા 6 બોલ પણ રમી શકી નહોતી. બીજા સુપરમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 11 રન બનાવ્યા હતા. ત્યારબાદ, લક્ષ્યનો પીછો કરતી વખતે રવિ બિશ્નોઈએ અફઘાનિસ્તાનને માત્ર 1 રન બનાવવા દીધો અને મેચ ભારતની તરફેણમાં કરી અને પ્રવાસી ટીમનો વ્હાઈટવોશ કર્યો હતો.
રોહિત-રિંકુએ મોટી ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી
મેચમાં એક સમયે ભારતીય ટીમે 22 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી 4 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી પહેલા બોલ પર જ પેવેલિયન પરત ફર્યો હતો. શિવમ દુબે (1) અને સંજુ સેમસન (0) પણ આઉટ છે. પરંતુ આ પછી રોહિત શર્માએ રિંકુ સિંહ સાથે મળીને ઈનિંગને સંભાળી લીધી અને 5મી વિકેટ માટે 95 બોલમાં 190 રનની ભાગીદારી કરી.
રોહિત સદીઓનો રાજા બન્યો
આ પછી રોહિત શર્માએ ફરી એકવાર 64 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પછી રિંકુ સિંહે ટી-20 ઈન્ટરનેશનલમાં બીજી ફિફ્ટી પણ ફટકારી.તેણે 36 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. મેચમાં રોહિતે 69 બોલમાં અણનમ 121 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 સિક્સર અને 11 ફોર ફટકારી હતી. બીજી તરફ રિંકુએ 39 બોલમાં 69 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો - IND vs AFG : રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો