Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મૂર્તિ પ્રતિષ્ઠા : ભૂખ્યાને ભોજન અને ગરીબોની સેવા એ જ સાચો ધર્મ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી માનવ સેવાની જ્યોત પ્રગટાવી અનેક રાજ્યમાં આશ્રમોમાં માનવસેવાનો પ્રકાશ ફેલાવી રોટી પે રોટી રાખોના સૂત્ર આપી સદગુરુ ભગવાન રણછોડદાસજી મહારાજના આશીર્વાદ અને પૂ.હરિચરણદાસજી મહારાજની કૃપાથી ગોંડલમાં ચાલી રહેલા દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આજે બીજા દિવસે 108...
મૂર્તિ પ્રતિષ્ઠા   ભૂખ્યાને ભોજન અને ગરીબોની સેવા એ જ સાચો ધર્મ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

માનવ સેવાની જ્યોત પ્રગટાવી અનેક રાજ્યમાં આશ્રમોમાં માનવસેવાનો પ્રકાશ ફેલાવી રોટી પે રોટી રાખોના સૂત્ર આપી સદગુરુ ભગવાન રણછોડદાસજી મહારાજના આશીર્વાદ અને પૂ.હરિચરણદાસજી મહારાજની કૃપાથી ગોંડલમાં ચાલી રહેલા દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આજે બીજા દિવસે 108 કુંડી મહાયજ્ઞની શરૂઆત સાથે મેગા બ્લડ ડોનેશન કેમ અને વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો હતો.

Advertisement

લાખો હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર સમાન ગોંડલ રામજી મંદિરે આજથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં 108 કુંડી મહાયજ્ઞમાં 151 જેટલા યજમાનો જોડાયા હતા. અને સમગ્ર ગોંડલ શહેરને ઠેર ઠેર ધજા - પતાકા અને સુંદર રોશનીથી શણગાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો - ધૂન - ભજન - આશીર્વચન અને મહા પ્રસાદનું સુંદર આયોજન મહંતશ્રી જયરામદસજી બાપુના અધ્યક્ષતામાં રામજી મંદિર ટ્રસ્ટ પરિવાર અને ગુરુભાઈઓ દ્વારા કરાઈ છે.

Advertisement

આજે રામ હોસ્પિટલ ફ્રી કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોટી સંખ્યા માં દર્દીઓ એ લાભ લીધો

આજે 2 નવેમ્બર ગુરુવારે સવારે 9.00 વાગ્યે ગરીબોને આશીર્વાદ સમી ગોંડલની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગુરુભાઈઓ અને ભક્તો દ્વારા બ્લડ ડોનેટ કર્યું હતું. તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શ્રી રામ હોસ્પિટલ ખાતે ઓપરેશન સિવાય તમામ સુવિધાઓ વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમાં લાભ લેનાર તમામ દર્દીઓને વિનામૂલ્યે ઓપીડી, દવા - રિપોર્ટ - સીટી સ્કેન - સોનોગ્રાફી - એક્સરે સહિતની તમામ સુવિધા વિનામૂલ્યે પૂરું પાડી માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

તારીખ 01-11-2023 થી તા. 04-11-2023 ને શનિવાર સુધી ચાલનાર આ ધાર્મિક કાર્યક્રમમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે. ગોંડલ શહેરના તમામ ધર્મ પ્રેમી જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા મંદિરના મહંત શ્રી જયરામદસજી બાપુની યાદીમાં જણાવાયું છે. સમગ્ર કાર્યક્રમને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવા શ્રી રામજી મંદિર ટ્રસ્ટ પરિવારના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.