Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC New Rules : ક્રિકેટના નિયમોમાં એકવાર ફરી ICC એ કર્યો ફેરફાર

ICC New Rules : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ક્રિકેટમાં ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. જોકે, આ સંબંધમાં કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. જણાવી દઇએ કે, આ તમામ નિયમો નવ વર્ષ 2024 ની શરૂઆત સાથે લાગુ થઇ ગયા છે....
icc new rules   ક્રિકેટના નિયમોમાં એકવાર ફરી icc એ કર્યો ફેરફાર
Advertisement

ICC New Rules : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ક્રિકેટમાં ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. જોકે, આ સંબંધમાં કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. જણાવી દઇએ કે, આ તમામ નિયમો નવ વર્ષ 2024 ની શરૂઆત સાથે લાગુ થઇ ગયા છે. આ નવા નિયમો આ વર્ષે IPL 2024 અને ત્યારબાદ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં લાગુ કરવામાં આવશે. આ નિયમો 3 જાન્યુઆરીથી ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) ની સાથે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (PAK vs AUS) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પણ લાગુ થયા છે. શું છે નવા નિયમો આવો જાણીએ આ અહેવાલમાં...

ક્રિકેટના બે નિયમોમાં ICC એ મોટા ફેરફાર કર્યા 

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્ટમ્પિંગ અને DRS સાથે સંબંધિત નિયોમાં ફેરફાર કર્યા છે. ઘણા ખેલાડીઓ લાંબા સમયથી આ નવા પ્લેઈંગ કંડિશન નિયમોમાં ફેરફાર વિશે વાત કરી રહ્યા હતા, જ્યારે ભૂતપૂર્વ ખેલાડીઓ પણ ઘણીવાર આ નિયમોમાં રહેલી ખામીઓને સુધારવાની વાત કરતા હતા, ત્યારબાદ હવે ICC એ તેમને ફેરફારો સાથે લાગુ કરી દીધા છે. નિયમોમાં આ સુધારા 12 ડિસેમ્બર, 2023થી અમલમાં આવ્યા છે. જો કોઈ ટીમ સ્ટમ્પ આઉટ (Stump Out) તપાસ દરમિયાન વિકેટ પાછળ કેચ માટે રેફરલ લેવા માંગે છે, તો તેણે અલગથી DRS લેવો પડશે. અમ્પાયર હવે સ્ટમ્પિંગ ચેક (Stumping Check) કરતી વખતે કેચ ચેક કરશે નહીં.

Advertisement

Advertisement

સ્ટમ્પિંગ અને DRS ના નિયમોમાં ફેરફાર

સૌથી મોટો નિયમ જે બદલાયો છે તે સ્ટમ્પિંગ અને ત્યારપછીના અમ્પાયર રિવ્યૂ (Umpire Review)ને લગતો છે. ઘણીવાર તમે જોયું હશે કે સ્ટમ્પિંગની સાથે એ પણ ચેક કરવામાં આવતું હતું કે બોલ બેટ સાથે અથડાય (Touch) થાય છે કે નહીં. ઘણીવાર આ દરમિયાન ટીમોનું DRS બચી જતું હતું. આ અંગે વિકેટકીપરોએ ચાલાકીઓ કરવાનું શરૂ કર્યું હતું. તે DRS લીધા વિના કેચ ચેક કરવા માટે જાણી જોઈને સ્ટમ્પિંગ માટે વારંવાર બોલાવતા હતા જેથી ફિલ્ડ અમ્પાયર થર્ડ અમ્પાયર પાસે જાય. પરંતુ હવે આ નિયમ બદલાઈ ગયો છે. હવે જો થર્ડ અમ્પાયર સ્ટમ્પિંગનો રિવ્યૂ કરશે તો માત્ર સ્ટમ્પિંગની તપાસ થશે કેચ આઉટની નહીં. જો ફિલ્ડિંગ ટીમે કેચ ચેક કરવા હોય તો DRS અલગથી લેવો પડશે.

આ નિયમોમાં પણ કરવામાં આવ્યો ફેરફારો

આ સિવાય આઈસીસીએ હવે મેદાન પરની ઈજા દરમિયાન રમતને રોકવા માટે એક સમય મર્યાદા પણ નક્કી કરી છે, જેમાં જો કોઈ ખેલાડી મેદાન પર ઈજાગ્રસ્ત થાય છે તો રમત માત્ર 4 મિનિટ માટે જ રોકી શકાય છે. આ સિવાય હવે થર્ડ અમ્પાયર (Third Umpire) ને ફ્રન્ટ ફૂટ સિવાય તમામ પ્રકારના નો-બોલની તપાસ કરવાની સત્તા હશે. બીજી તરફ, જો કોઈ ખેલાડી કંકશનને કારણે મેચમાં બોલરને બદલે છે, અને જો તે બોલરને કંકશન પહેલા અમ્પાયર દ્વારા બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, તો તે બદલનાર ખેલાડી પણ બોલિંગ કરી શકશે નહીં.

આ પણ વાંચો - Smriti Mandhana એ T20I માં 3000 રન બનાવનાર બીજી ભારતીય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×