ICAI : CA ના વિદ્યાર્થી માટે મહત્ત્વના સમાચાર, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે થઈ આ જહેરાત!
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. CA ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ICAI દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગેની મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ, CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટની પરીક્ષા હવે 3 વાર લેવાશે. એવું મનાઈ રહ્યું છે કે 3 વાર પરીક્ષા લેવાથી પરિણામ સુધારવામાં તક મળશે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો (CA) અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ICAI એ માહિતી આપી છે કે CA ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી CA ફાઉન્ડેશન (CA Foundation) અને ઈન્ટરમીડિયેટની (CA Intermediate) પરીક્ષા વર્ષમાં 3 વાર લેવામાં આવશે. આથી પરિણામ સુધારવામાં તક મળશે. આ સાથે આઈસીએઆઈ દ્વારા માહિતી આપવામાં આવી છે કે CA ફાઈનલની પરીક્ષા પદ્ધતિમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. CA ફાઈનલની (CA Final) પરીક્ષા જૂની પદ્ધતિ મુજબ જ વર્ષમાં બે વાર લેવામાં આવશે.
ICAI સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર (CCM) ધીરજ ખંડેલવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, 'CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટ લેવલ માટે વર્ષમાં ત્રણ વખત CA પરીક્ષાઓ શરૂ કરીને CA વિદ્યાર્થી સમુદાયની તરફેણમાં ફાયદાકારક પરિવર્તન લાવવાની ICAI દ્વારા એક પહેલ છે અને આ નિર્ણય આવકાર્ય છે. વધુ અપડેટ્સ ICAI દ્વારા ટૂંક સમયમાં સ્પષ્ટ કરવામાં આવશે.'
Welcoming move by the ICAI to bring a beneficial change in favour of the CA student fraternity by introducing CA examinations thrice a year for CA Foundation and CA Inter level.
Further Updates shall be clarified by the ICAI soon.#icai— DHIRAJ KHANDELWAL (@kdhiraj123) March 7, 2024
ICAI ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટ પરીક્ષા પેટર્ન
ICAI ફાઉન્ડેશન પરીક્ષા એ દેશમાં CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેની પ્રથમ તબક્કાની પરીક્ષા છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ ફાઉન્ડેશનની પરીક્ષા આપી શકે છે. CA ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કર્યા પછીનો બીજો તબક્કો એટલે કે ઇન્ટરમીડિયેટ. CA મધ્યવર્તી તબક્કામાં દરેક 4 વિષયના બે ગ્રૂપ હોય છે. ફાઉન્ડેશન પાસ કર્યા પછી, વિદ્યાર્થી CA મધ્યવર્તી અભ્યાસક્રમો માટે અરજી કરવા પાત્ર બને છે. આ પછી CA ની ફાઈનલ પરીક્ષા આપવાની હોય છે, જે CA બનવાનો છેલ્લો તબક્કો છે.
આ પણ વાંચો - ઈડર APMC માર્કેટ સાપાવાડા ખાતે ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો
આ પણ વાંચો - Nitin Gadkari: નીતિન ગડકરીએ ગુજરાતમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટના અપગ્રેડેશન માટે રૂ. 1532.97 કરોડ મંજૂર કર્યા
આ પણ વાંચો - ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલ જિલ્લામાં પહોંચી, જાણો રાહુલ ગાંધીએ લોકોને શું કહ્યું