Hush Money Case : અમેરિકામાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર, ડોનાલ્ડ ટ્રમ્પ 34 આરોપોમાં દોષિત જાહેર
Hush Money Case : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Former US President Donald Trump) ને એક મોટો ઝટકો લાગ્યો છે. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ (Pornstar Stormy Daniels) સાથે જોડાયેલા હશ મની (Hush Money) કેસમાં ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસ પર બે દિવસની સુનાવણી બાદ 12 સભ્યોની જ્યુરીએ તેને તમામ 34 આરોપોમાં દોષિત ઠેરવ્યો હતો. ગુનામાં દોષિત ઠરનારા તેઓ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ (US President)છે. દોષિત ઠેરવવામાં આવ્યા બાદ હવે ચર્ચાઓ તેજ થઇ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી પર કેટલી અસર થશે.
અપરાધિક કેસમાં દોષિત ઠેરવવામાં ટ્રમ્પ US ના પહેલા રાષ્ટ્રપતિ
અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે વર્તમાન કે પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફોજદારી કેસ શરૂ કરવામાં આવ્યો હોય. ટ્રમ્પ પર પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી પહેલા તેના મૌનના બદલામાં ચૂકવણી કરવાની વાત છુપાવવા અને તેના વ્યવસાયના રેકોર્ડમાં હેરાફેરી કરવાના 34 વખત આરોપ મૂકવામાં આવ્યા હતા. આ તમામ આરોપોમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આ સાથે ટ્રમ્પ અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ બની ગયા છે જેમને કોઈપણ અપરાધિક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના પર પોર્નસ્ટાર સાથે સંબંધો હોવાનો આરોપ હતો.
Former US President Donald Trump found guilty on all 34 felony charges in hush money trial
Read @ANI Story | https://t.co/u8P0JN50HT#Trump #HushMoneyTrial #US pic.twitter.com/35zuy7pQvc
— ANI Digital (@ani_digital) May 30, 2024
તેમના વિરુદ્ધ બે દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં દલીલો સાંભળ્યા બાદ 12 સભ્યોની જ્યુરીએ તેમને દોષિત ગણાવ્યા અને કેસની સુનાવણી 11 જુલાઈ સુધી મુલતવી રાખી. મેનહટન કોર્ટ તેમને 11 જુલાઈએ સજા સંભળાવશે. પરંતુ પ્રશ્ન એ છે કે શું ટ્રમ્પ સજાની રાહ જોતા મુક્ત માણસ રહેશે અને હશ મની ચૂકવણીને છુપાવવા માટે વ્યવસાયના રેકોર્ડમાં હેરાફેરી કરવા માટે સંપૂર્ણપણે જેલની સજાથી બચી શકે છે. વળી એવા સવાલો પણ થઇ રહ્યા છે કે, શું ટ્રમ્પ દોષિત ઠર્યા બાદ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે, ચાલો જાણીએ કે હવે ટ્રમ્પનું ભવિષ્ય શું છે?
ટ્રમ્પને નથી મોકલવામાં આવ્યા જેલ
જજ જુઆન મર્ચન, જેઓ ટ્રમ્પના કેસની સુનાવણીની અધ્યક્ષતા કરે છે, તેમણે પહેલા ચુકાદાને મંજૂરી આપવી પડશે અને અંતિમ નિર્ણય આપવો પડશે, જોકે આ સામાન્ય રીતે ઔપચારિકતા છે. ટ્રમ્પને હજુ સુધી જેલમાં મોકલવામાં આવ્યા નથી. ન્યુ યોર્કમાં ગુનાહિત પ્રતિવાદીઓને સામાન્ય રીતે દોષિત ઠેરાવ્યાના કેટલાક અઠવાડિયા પછી સજા કરવામાં આવે છે, પરંતુ ચુકાદા પછી પણ કાયદાકીય વિવાદોને કારણે કેટલીકવાર સજામાં મહિનાઓ સુધી વિલંબ થઈ શકે છે. દરમિયાન, વકીલો અને પ્રોસિક્યુટર્સ સજાની ભલામણ કરશે અને પછી ટ્રમ્પની સજાની સુનાવણીમાં દલીલ કરશે. આ પછી જ જજ નિર્ણય લેશે.
ચૂંટણી ઉમેદવારી પર શું અસર પડશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પને જેલની સજા થશે તો પણ તેઓ ચૂંટણી લડી શકશે. તેઓ પ્રચાર પણ કરી શકશે અને જો તેઓ ચૂંટણી જીતી જશે તો પણ તેમને રાષ્ટ્રપતિ પદના શપથ લેતા રોકવામાં આવશે નહીં. જણાવી દઈએ કે રિપબ્લિક પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન 15 જુલાઈથી શરૂ થશે, જેમાં પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટ્રમ્પના નામની જાહેરાત કરવામાં આવશે.
Donald Trump convicted: Can he still run for president?
Read @ANI Story | https://t.co/cu9JYlytDY#DonaldTrump #HushMoneyTrial #US pic.twitter.com/gKfMNfNqtM
— ANI Digital (@ani_digital) May 31, 2024
શું છે મામલો?
ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર આ કેસ 2006નો છે. ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં એક પોર્નસ્ટાર સાથે સંબંધ હતા. આ મામલો 2016માં ચર્ચામાં આવ્યો હતો. જ્યારે પોર્નસ્ટારે આ બાબતને સાર્વજનિક કરવાની ધમકી આપી ત્યારે ટ્રમ્પે તેને મોં બંધ રાખવા માટે 1.30 લાખ ડોલરની ઓફર કરી. એટલું જ નહીં, પૈસાની ચૂકવણી છુપાવવા માટે રેકોર્ડમાં હેરાફેરી કરવામાં આવી હતી. પોર્નસ્ટારે પોતે 2018માં વોલ સ્ટ્રીટ જર્નલ સમક્ષ આ બાબતનો ખુલાસો કર્યો હતો અને આ વિવાદ પર ફોજદારી કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચો - USA : આ પોર્નસ્ટારને લાગી રહ્યો છે ડર, જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો…
આ પણ વાંચો - ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સરહદો વિશે કહી આ ચોંકાવનારી વાત, વાંચો અહેવાલ