HR Warning Email: ખાનગી કંપનીના HR નો મેઈલ થયો વાયરલ, કર્મચારીઓ ઓફિસમાંથી ચોરી કરતા હતાં
HR Warning Email: સોશિયલ મીડિયા પર એક કંપનીના HR નો મેઈલ વાયરલ થઈ રહ્યો છે. આ મેઈલમાં ઓફિસની મહિલા કર્મચારીને કામના કલાકો દરમિયાન Netflix જોવા પર ચેતવણી આપવામાં આવી હતી. આટલું જ નહીં HR એ Mail માં એમ પણ કહ્યું કે ઓફિસના સમયગાળામાં ઓનલાઈન શોપિંગ કરવા સિવાય કર્મચારી ઓફિસમાંથી ડિસ્પોઝેબલ વસ્તુઓ અને સુગર સેચેટની પણ ચોરી કરે છે.
અંગત કામ કરવા ઓફિસના નિયમોનું ઉલ્લઘંન છે
ઓફિસની મિલકતમાંથી વસ્તુઓની ચોરીએ નિયમ વિરુદ્ધ
કંપનીએ અનેક કર્મચારીઓને નોટીસ પાઠવી છે
આ સ્ક્રીનશૉટ સુમિત મિશ્રા નામના યુઝરે શેર કર્યો છે. તેણે કેપ્શનમાં જણાવ્યું કે તેના એક મિત્રને કામ દરમિયાન ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા અંગે ચેતવણી મળી છે. કંપનીનો Mail માં લખ્યું છે કે, અમને જાણવા મળ્યું છે કે તમે ઓફિસનું ઇન્ટરનેટ, વીજળી અને સમય માટે 'Netflix', 'Naukri.com' અને 'Instagram' માટે ઉપયોગ કરો છો. કામ પર હોય ત્યારે તમારી અંગત કામ કરવા ઓફિસના નિયમોનું ઉલ્લઘંન છે.
ઓફિસની મિલકતમાંથી વસ્તુઓની ચોરીએ નિયમ વિરુદ્ધ
HR એ Mail માં આગળ લખ્યું છે કે, કૃપા કરીને યાદ રાખો, અમે તમને ગયા અઠવાડિયે ચેતવણી આપી હતી જ્યારે તમે ડ્યુટી દરમિયાન બાબિલ ખાનનો ઇન્ટરવ્યુ જોતા પકડાયા હતા! તમારા ઘણા સહકર્મીઓએ એ પણ જાણ કરી છે કે તમે અને શ્રેયા અંગત ઉપયોગ માટે પેન્ટ્રીમાંથી કોફીના પેકેટ, ખાંડના પેકેટ, મેગી, ફોર્કસ અને ડિસ્પોઝેબલ પ્લેટો લઈ જાઓ છો. મહેરબાની કરીને ધ્યાનમાં રાખો કે ઓફિસની મિલકતમાંથી વસ્તુઓની ચોરીએ નિયમ વિરુદ્ધ છે.
આ પણ વાંચો: Bus Conductor Viral Video: ટિકિટ કાપતા કંડક્ટરે દેવદૂત બની મુસાફરનો ફિલ્મી સ્ટાઈલમાં બચાવ્યો જીવ