Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકાની ચૂંટણીમાં હિટલરની ચર્ચા કેમ? ઓબામાએ આપી ચેતવણી

ઓબામાનો ટ્રમ્પ પર જોરદાર હુમલો હિટલર જેવો સરમુખત્યાર નથી જોઇતો જે.. "ટ્રમ્પે હિટલરની પ્રશંસા કરી!" US Election : અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી (US presidential election) નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા...
અમેરિકાની ચૂંટણીમાં હિટલરની ચર્ચા કેમ  ઓબામાએ આપી ચેતવણી
  • ઓબામાનો ટ્રમ્પ પર જોરદાર હુમલો
  • હિટલર જેવો સરમુખત્યાર નથી જોઇતો જે..
  • "ટ્રમ્પે હિટલરની પ્રશંસા કરી!"

US Election : અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી (US presidential election) નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ (Donald Trump and Kamala Harris) રેલીઓ યોજીને દેશભરમાં પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Former President Barack Obama) એ જ્યોર્જિયામાં કમલા હેરિસ (Kamala Harris) સાથે પ્રચાર કર્યો હતો અને એક જાહેર સભાને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન ઓબામાએ હિટલરને લઈને ટ્રમ્પ પર જોરદાર નિશાન સાધ્યું હતું.

Advertisement

ઓબામાએ આપી ચેતવણી

કમલા હેરિસના પ્રચાર માટે જ્યોર્જિયામાં એક કાર્યક્રમમાં પહોંચેલા ઓબામાએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પને બીજી તક આપવી એ મોટી ભૂલ હશે. ઓબામાએ કહ્યું કે અમને એવો સરમુખત્યાર નથી જોઈતો જે પોતાના દુશ્મનોને પાઠ ભણાવવા માગતો હોય. તમારે તેની જરૂર નથી. હવે અમેરિકાએ આ પ્રકરણમાંથી આગળ વધવાની જરૂર છે. ઓબામાએ કહ્યું કે મને સમજાતું નથી કે તમે કેવી રીતે વિચારી શકો કે ટ્રમ્પ તમારા માટે વધુ સારું કામ કરશે. આ વ્યક્તિ ફક્ત પોતાના વિશે જ વિચારે છે.

Advertisement

ચૂંટણીમાં હિટલરની ચર્ચા શા માટે?

ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ જોન કેલીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે, પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની સામે ઘણી વખત એડોલ્ફ હિટલરની પ્રશંસા કરી હતી. કેલીનો દાવો છે કે ટ્રમ્પે તેમને કહ્યું હતું કે હિટલરે કેટલીક સારી વસ્તુઓ કરી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ફાસીવાદીની વ્યાખ્યામાં સંપૂર્ણ રીતે બંધબેસે છે.

હિટલરની સેનાના જનરલો જેવા લોકો જોઇએ

કેલીનો આરોપ છે કે ટ્રમ્પે મને કહ્યું હતું કે તેઓ હિટલરની સેનાના જનરલો જેવા લોકો ઈચ્છે છે. જોકે, ટ્રમ્પે જોન કેલીના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ના, મેં આવું ક્યારેય કહ્યું નથી. હું તેવું કહી શકતો નથી. તે વાર્તાઓ બનાવે છે. તે પહેલા પણ આવું કરી ચૂક્યા છે. ચૂંટણી પહેલા આવી વાતો કરવી એ સુનિયોજિત કાવતરું છે.

Advertisement

આ પણ વાંચો:  અમેરિકાની ચૂંટણી જીતવા Donald Trump નો અનોખો અંદાજ, સમર્થકો માટે બનાવી French Fries

Tags :
Advertisement

.