HIRABHAI JOTVA : જાણો કોણ છે જુનાગઢમાંથી કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા?
લોકસભા ચૂંટણી 2024 ને લઈ કોંગ્રેસે 12 મી યાદી કરી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ આ યાદીમાં ફક્ત 3 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાતની 3 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નામ પણ સામેલ છે.
ગુજરાત કોંગ્રેસના વધુ 3 ઉમેદવારોના નામ જાહેર
કોંગ્રેસે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી@INCIndia @INCGujarat #BreakingNews #Congress #LoksabhaElection2024 #Election2024 #CandidateList #GujaratFirst pic.twitter.com/a0Rl9y6zLl— Gujarat First (@GujaratFirst) April 4, 2024
આ યાદીમાં સુરેન્દ્રનગર, જુનાગઢ અને વડોદરાની લોકસભા બેઠક પર નામ જાહેર કરવામાં આવ્યા છે. યાદીમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હિરાભાઈ જોટવા ( HIRABHAI JOTVA ), વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ મળી છે. હવે કોંગ્રેસના 4 ઉમેદવારો જાહેર થવાના બાકી છે. જેમાં મહેસાણા, અમદાવાદ ઇસ્ટ, નવસારી અને રાજકોટનો સમાવેશ થાય છે.
તેમાં આપણે જુનાગઢ બેઠક ઉપરની વાત કરીએ તો ભાજપના રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાની ( HIRABHAI JOTVA ) પસંદગી કરવામાં આવી છે. હીરાભાઈ જોટવા ( HIRABHAI JOTVA ) રાજકારણમાં અગ્રણી નેતા છે, તેઓ 1991 થી રાજનીતિમાં સક્રિય છે. ચાલો જાણીએ તેમના વિષે સમગ્ર માહિતી...
- આહીર સમાજના અગ્રણી છે હીરાભાઈ જોટવા
- હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ છે
- 1968 માં જૂનાગઢના શાંતિપુરામાં થયો હતો જન્મ
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BA નો અભ્યાસ કરેલો છે
- રાજકારણ, ખેતી, શિક્ષણ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા
- સુપાસીના વૃંદાવન કેળવણી મંડળના ચેરમેન છે
- ખોરાસાના વિવેકાનંદ એજ્યુકેશન કેમ્પસના ચેરમેન
- 1991-2004 સુધી સુપાસી ગામના સરપંચ રહ્યાં હતા
- 1995-2000 સુધી વેરાવળ યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યાં
- 2000-2005 સુધી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ
- 2005-2010 જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચા પ્રમુખ
- 2003-2019 સુધી જૂનાગઢ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ
- 2006-2013 સુધી વેરાવળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહ્યા
- 2010-2015 જૂનાગઢ જિ.પં.માં સભ્ય, વિપક્ષ નેતા બન્યા
- 2015-2018 સુધી પ્રદેશ કોંગ્રેસના એક્ઝિક્યુટિવ મેમ્બર
- 2018-2019 સુધી ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ
- 2019-2022 સુધી પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી રહ્યાં
- 2023માં કેશોદ બેઠકથી વિધાનસભા ચૂંટણી હાર્યા
આ પણ વાંચો : Deaf-Mute Child Missing: શ્રમિક પરિવાર મૂક-બધિર પુત્રની શોધમાં 3 મહિનાથી….