Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિન્દુજા પરિવારને રહસ્યમય રીતે મળી કોર્ટમાંથી રાહત, ફરિયાદીઓએ પરત ખેંચી ફરિયાદ

બ્રિટનના સૌથી ધનિક હિન્દુજા પરિવાર (Britain's Richest Hindujas family) ને બે દિવસ પહેલા સ્વિત્ઝર્લેન્ડની એક કોર્ટે (Swiss Court) તેમના નોકરો સાથે દુર્વ્યવહાર અને શોષણ (abusing and exploiting) કરવા બદલ સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી. પણ હવે માહિતી મળી...
હિન્દુજા પરિવારને રહસ્યમય રીતે મળી કોર્ટમાંથી રાહત  ફરિયાદીઓએ પરત ખેંચી ફરિયાદ

બ્રિટનના સૌથી ધનિક હિન્દુજા પરિવાર (Britain's Richest Hindujas family) ને બે દિવસ પહેલા સ્વિત્ઝર્લેન્ડની એક કોર્ટે (Swiss Court) તેમના નોકરો સાથે દુર્વ્યવહાર અને શોષણ (abusing and exploiting) કરવા બદલ સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી. પણ હવે માહિતી મળી રહી છે કે, આ પરિવારને સ્વિટ્ઝરલેન્ડની સુપિરિયર કોર્ટે રાહત આપતા પરિવારના સભ્યોને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા છે. મળતી માહિતી અનુસાર, ફરિયાદીઓએ તેમની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે તેમની જાણ વગર ખોટી સહીઓ કરાવીને કેસ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે શું છે સચ્ચાઈ આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

પરિવારના સભ્યો તમામ આરોપોમાંથી મુક્ત

ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ અને બ્રિટનના સૌથી ધનિક હિન્દુજા પરિવાર (Hindujas Family) ના 4 સભ્યોને નોકર સામે શોષણ કરવાના કેસમાં તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. એક દિવસ પહેલા 21 જૂને નીચલી કોર્ટે હિન્દુજા પરિવારના ચાર સભ્યોને જેલની સજા સંભળાવી હતી. હવે 22 જૂને ઉપલી કોર્ટે આ પરિવારના સભ્યોને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. સજા પામેલાઓમાં પ્રકાશ હિન્દુજા અને તેમની પત્ની કમલ અને પુત્ર અજય તેમજ તેમની વહુ નમ્રતાના નામ સામેલ છે. જોકે, તેમની અટકાયત કરવામાં આવી ન હતી. આ પછી પરિવારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે હિન્દુજા પરિવાર (Hindujas Family) ના પ્રવક્તાએ દાવો કર્યો છે કે સર્વોચ્ચ અદાલતે તમામ ગંભીર આરોપોને ફગાવી દીધા છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ફરિયાદીઓએ તમામ આરોપો પાછા ખેંચી લીધા છે. કોર્ટમાં જુબાની આપતા, ફરિયાદીઓએ જણાવ્યું હતું કે તેઓને આવા નિવેદનો પર સહી કરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, સ્વિત્ઝરલેન્ડની કાયદાકીય પ્રક્રિયાઓ અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી નીચલી અદાલતનો નિર્ણય બિનઅસરકારક અને નિષ્ક્રિય બની જાય છે.

હિન્દુજા પરિવાર પર આરોપ શું હતો?

નોંધનીય છે કે પ્રકાશ હિન્દુજા, કમલ, અજય અને પુત્રવધૂ નમ્રતા પર સ્વિત્ઝરલેન્ડના જીનીવા સ્થિત તેમના બંગલામાં કામ કરતા નોકરોનું શોષણ કરવાનો અને ગેરકાયદેસર રીતે નોકરી પર રાખવાનો આરોપ છે. તેઓને ઓછા વેતન પર 18 કલાક કામ કરાવવામાં આવતું હતું. તેમને બહુ ઓછી અથવા બિલકુલ પણ રજા આપવામાં નહોતી આવતી આ સાથે સ્વિસ કાયદા હેઠળ જરૂરી વેતનના દસમા ભાગ કરતાં પણ ઓછું વેતન તેમને આપવામાં આવતું હતું.

Advertisement

હિન્દુજા પરિવાર કોણ છે?

પરમાનંદ દીપચંદ હિન્દુજાએ 1914માં સિંધ પ્રદેશમાં કોમોડિટી-વેપારનો વ્યવસાય શરૂ કર્યો હતો. પાછળથી તેમના ચાર પુત્રો (શ્રીચંદ હિંદુજા, ગોપીચંદ હિંદુજા, પ્રકાશ અને અશોક હિંદુજા)એ આ ધંધો મોટો કર્યો અને તેનો વિસ્તાર કર્યો. તેણે શરૂઆતમાં બોલિવૂડ ફિલ્મોનું આંતરરાષ્ટ્રીય સ્તરે વિતરણ કરવામાં પણ સફળતા મેળવી હતી. પરમાનંદ દીપચંદ હિન્દુજાના સૌથી મોટા પુત્ર, શ્રીચંદ હિન્દુજાનું 2023 માં અવસાન થયું. ત્રણેય નાના ભાઈઓ અને શ્રીચંદ અને તેમની પુત્રી વિનુ વચ્ચે પારિવારિક સંપત્તિને લઈને ઘણા વિવાદો હતા, પરંતુ 2022 માં, તેઓએ તેમની વચ્ચેના મતભેદોને ઉકેલ્યા.

આ પણ વાંચો - Switzerland: સૌથી ધનિક હિન્દુજા પરિવારના 4 સભ્યોને સજા

Advertisement

આ પણ વંચો - અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે Good News! ટ્રમ્પે કહ્યું – ગ્રેજ્યુએટ થતાં જ મળશે Green Card

Tags :
Advertisement

.