Himalayas Thunderstom: ભૂટાનના હિમાલયમાંથી અનોખી વીજળીઓના તરંગોની તસવીરો NASA એ પ્રકાશિત કરી
Himalayas Thunderstom: NASA સમયાંતરે અંતરિક્ષની આશ્ચર્યજનક તસવીરો જાહેર કરે છે. તો અંતરિક્ષમાં રુચિ ધરાવાતા અને તસવીરોના પ્રમેઓ આવી છબીઓને જોઈને મંત્રમુગ્ધ થઈ જતા હોય છે. ત્યારે આ વખતે NASA એ મનમોહક કરીને નાખે તેવી તસવીરો જાહેર કરી છે. જોકે આ વખતે NASA એ અંતરિક્ષની નહીં, પરંતુ ધરતી પરની તસવીરો વાયરલ કરી છે. ત્યારે આ તસવીરો ભૂટાનમાં આવેલા હિમાલયની છે.
વીજળી હિમાલયમાં આવેલા તોફાનમાં નીકળી આવી હતી
NASA એ Picture Of Day ના દિવસે તસવીરો જાહેર કરી
આકાશમાંથી આવતી વીજળી કરતા 50 ગણી વધારે શક્તિશાળી
તો ભૂટાનમાં આવેલા હિમાલયની જગ્યાઓ પર લાંબી અને વિશાળ રેખાઓ જમીનમાંથી નીકળી આકશ તરફ જતી હતી. જોકે આ રેખાઓ વીજળી જેવી દેખાઈ રહી છે. અને વીજળી હિમાલયમાં આવેલા તોફાનમાં નીકળી આવી હતી. તે ઉપરાંત દૂરથી તૂફાનમાં નીકળી વીજળીઓને જોતા તે મનોમોહક કરીને નાખે તેવી લાગે છે. તેમાં અનેક અનોખા રંગ જોવા મળે છે. પરંતુ આ તૂફાનમાં નીકળેલી વીજળી તેટલી જ ખતરનાક પણ છે.
NASA એ Picture Of Day ના દિવસે તસવીરો જાહેર કરી
NASA’s 'Picture of the Day' stunned viewers with gigantic jets soaring over the Himalayas!
These aren’t your average lightning strikes; they shoot upwards, reaching over 80 km high into the ionosphere — nearly brushing the edge of space!https://t.co/xqb2QVx0e0 pic.twitter.com/IlQ7lG7j8W
— The Weather Channel India (@weatherindia) June 21, 2024
જોકે ગત સપ્તાહ દરમિયાન NASA એ Picture Of Day ના દિવસે આ તસવીરોને જાહેર કરી હતી. તો આ પ્રકારની તૂફાનમાં થતી વીજળીઓ જમીનમાંથી આકાશ તરફ જતી હોય, તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ આકાશમાંથી આવતી વીજળીઓ જ્યારે જમીન તરફ આવે છે, ત્યારે તે વિવિધ રીતે વહેંચાઈ જતી હોય છે. પરંતુ ભૂટાનનાં હિમાલયમાં નિકળેલા તૂફાનમાં જે પ્રકારની વીજળીઓ થઈ હતી, તે એકસાથે સીધી રેખાઓમાં આકાશ તરફ જતી હતી.
આકાશમાંથી આવતી વીજળી કરતા 50 ગણી વધારે શક્તિશાળી
ત્યારે NASA એ આ પ્રકારની વીજળીને Gigantic Jets નામ આપ્યું છે. આ વીજળી અન્ય વીજળીઓની તુલનામાં વધારે પડતી ચમકદાર અને શક્તિશાળી હોય છે. Gigantic Jets વીજળી આકાશમાંથી આવતી વીજળી કરતા 50 ગણી વધારે શક્તિશાળી હોય છે. Gigantic Jets વીજળી જમીનથી આશરે 80 કિમી દૂર સુધીની સામાન્ય ઊંચાઈ ધવારે છે. આ Gigantic Jets ને લઈ અનેક પ્રકારનો સંશોધન ચાલી રહ્યા છે.
આ પણ વાંચો: Boeing Starliner Stuck: સુનિતા વિલિયમ્સનું Spacecraft અંતરિક્ષમાં ફસાયું, Spacecraft માં અનેક ખામીઓ સર્જાય