Googleમાં નોકરી કરતા હરિભક્તે એક મહિનાની રજા મુકી શતાબ્દી મહોત્સવમાં સેવામાં જોડાયા
સ્વામિનારાયણ નગરમાં એક સૂત્રની વાત કરીએ તો એ સૂત્ર છે સેવા પરમો ધર્મ. આ સુત્રને માનનારા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો પોતાના સમયની સાથે સાથે આર્થિક માર્ગો છોડીને પણ અહીં સેવા કરવા માટે પહોંચ્યા છે. આવા એક વિરલ વ્યક્તિને અક્ષર મોદી જે છેલ્લા પાંચ વર્ષથી અમેરિકા ખાતે વસવાટ કરે છે અને ગુગલમાં નોકરી કરે છે. જેમણે શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે એક મહિનાની રજા મુકી છે. ગુજરાત à
સ્વામિનારાયણ નગરમાં એક સૂત્રની વાત કરીએ તો એ સૂત્ર છે સેવા પરમો ધર્મ. આ સુત્રને માનનારા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો પોતાના સમયની સાથે સાથે આર્થિક માર્ગો છોડીને પણ અહીં સેવા કરવા માટે પહોંચ્યા છે. આવા એક વિરલ વ્યક્તિને અક્ષર મોદી જે છેલ્લા પાંચ વર્ષથી અમેરિકા ખાતે વસવાટ કરે છે અને ગુગલમાં નોકરી કરે છે. જેમણે શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે એક મહિનાની રજા મુકી છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા અક્ષર મોદી સાથે વાતચીત કરી હતી.
આ સેવા તો સુર્યને દિવો બતાવવા જેટલી છે
અક્ષર મોદીએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી હું પાંચ વર્ષથી અમેરીકામાં છું. પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી હું માસ્ટર્સ માટે ગયો હતો. બે વર્ષમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ ત્યાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે કેલિફોર્નિયા સ્થિત ગુગલ કંપનીમાં જોબ કરું છું. બધાને અગાઉથી જ શતાબ્દી મહોત્સની જાણ જ હતી અને તારીખો પણ લગભગ નક્કી હતી તેથી તે પ્રમાણે પ્લાન કરી રજા મુકીને અહીં આવ્યા છે અને એ રીતે હું પણ 1 મહિનાની રજાની અનુકુળતા કરીને આવ્યો છું અને પ્રેસ વિભાગમાં સેવા આપું છું. પ્રમુખ સ્વામી મહારાજ માટે સેવા આપવાની આવે તેમાં મુશ્કેલી જેવું કશું જ નથી. પ્રમુખ સ્વામી મહારાજે જે હરિભક્તો માટે કર્યું છે તેની સામે આ સેવા સુર્યને દિવો બતાવવા જેવી છે.
બાપાના આશિર્વાદથી બળ મળે છે
તેમણે કહ્યું કે, મેં બેચલર્સ પૂર્ણ કરીને બે પ્રશ્ન હતો અને પ્રમુખ સ્વામી મહારાજે મને માર્ગદર્શન આપ્યું હતું. જીવનના ઘણાં એવા પડાવ આવ્યા છે જેમાં પ્રમુખ સ્વામી મહારાજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બળ પુરૂ પાડી મદદ કરી છે. મુશ્કેલીના સમયે બાપા પત્રથી જવાબ આપતા. તેમના આશિર્વાદથી જે બળ મળે છે. તેની તુલના બીજે થઈ શકે તેમ નથી તે મેં જાતે અનુભવ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement