Happy Birthday C R Paatil : સેવા અને નેતૃત્વના પ્રતીક સીઆર પાટીલનો આજે જન્મ દિવસ
- 25 ડિસેમ્બર, 1989માં તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા
- વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવાનો રેકોર્ડ
- ગુજરાત ભાજપના 13મા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી
Happy Birthday C R Paatil: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનો આજે જન્મ દિવસ છે. તેમના જન્મ દિવસની લોકસેવાના કાર્ય સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રક્તદાન, નિદાન કેમ્પનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે PM Modiએ પણ ટ્વિટ કરી શુભકામના પાઠવી છે.
Birthday wishes to Union Minister Shri CR Patil Ji. He is making commendable efforts to ensure our water resources are harnessed effectively to boost ‘Ease of Living’ and our vision of Har Ghar Jal is realised. May he lead a long and healthy life.@CRPaatil
— Narendra Modi (@narendramodi) March 16, 2025
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી @CRPaatil જી ને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી છે.
ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી @CRPaatil જી ને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું.
આપશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપાનું પેજ સમિતિ સુધીનું સુદૃઢ નેટવર્ક તૈયાર થયું છે, અને ભાજપાના કાર્યકર્તાઓ પૂરી ઊર્જાથી “રાષ્ટ્ર પ્રથમ”ના ભાવ… pic.twitter.com/Gw0rK54duR
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 16, 2025
જાણો C R Paatil વિશે
C R Paatilનો જન્મ 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો. તેમના પિતાનું નામ રઘુનાથજી પાટીલ અને માતાનું નામ સરુબાઈ પાટીલ છે. તેમજ તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું હતું. સુરતની ITIમાં અભ્યાસ કર્યો છે. તથા વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા. જો કે વિવાદોને કારણે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આ બાદ તે 1984માં ફરીથી પોલીસની નોકરીમાં જોડાયા હતા. જો કે યુનિયનની રચનાને પગલે તેમને ફરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી C. R. Patil નો આજે જન્મ દિવસ | Gujarat First
-25 ડિસેમ્બર, 1989માં તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા
-વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવાનો રેકોર્ડ
-ગુજરાત ભાજપના 13મા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી@CRPaatil… pic.twitter.com/kEgtxbbV59— Gujarat First (@GujaratFirst) March 16, 2025
વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવાનો રેકોર્ડ
6 મે, 1976માં સીઆર પાટીલે લગ્ન કર્યા, તેમની પત્નીનુ નામ શ્રીમતિ ગંગા પાટીલ છે. તેમના પરિવારમાં તેમના સિવાય તેમની પત્ની, 3 દીકરીઓ અને 1 દીકરો અને પુત્રવધુ છે. 25 ડિસેમ્બર, 1989માં તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. જ્યાં તેમણે વર્ષ 1995થી 1997 સુધી GIDCના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. વર્ષે 1998થી 2000 સુધીના સમયમાં તેમને GACLના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2009માં સી.આર. પાટીલે નવસારી લોકસભા સીટ પરથી ચૂંટણા લડી અને વિજયી બન્યા, જે બાદ તેમણે નવસારીના સાંસદ તરીકે પદભાર સંભાળ્યો હતો.
જિલ્લાના પ્રભારી અને બિહારના પ્રદેશના સહપ્રભારી તરીકે પણ તેઓ કાર્ય કરી ચૂક્યા છે
જિલ્લાના પ્રભારી અને બિહારના પ્રદેશના સહપ્રભારી તરીકે પણ તેઓ કાર્ય કરી ચૂક્યા છે. આ બાદ તેમની રાજકીય કારકીર્દીએ ગતિ પકડી અને એકબાદ એક તે નોંધનીય હોદ્દાઓ પર કાર્યભાર સંભાળતા રહ્યાં છે. સી.આર. પાટીલ 2014 અને 2019માં પણ સાંસદ બન્યા હતા. તેમણે વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. 20 જુલાઈ 2020ના રોજ સી. આર. પાટીલની ગુજરાત ભાજપના 13મા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ નોન ગુજરાતીએ ભાજપ પ્રેદશ અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી હોય.
આ પણ વાંચો: Pakistan : ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલની હત્યા