Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં Gujcomasol એ રાજ્યનું પહેલું Gujco Mart શરૂ કર્યું, ખેડૂત પાસેથી થશે સીધી ખરીદી

Gujcomasol એ રાજ્યમાં પહેલું Gujco Mart નું ઉદ્ધાટન કર્યું અમદાવાદનાં સાયન્સ સીટી રોડ પર પહેલા ગુજકો માર્ટનું ઉદઘાટન GSC અધ્યક્ષ અજય પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું ઓર્ગેનિક ખોરાક લોકોને મળી રહે તે ઉદ્દેશ : દિલીપ સંઘાણી અમદાવાદનાં (Ahmedabad) સાયન્સ...
અમદાવાદમાં gujcomasol એ રાજ્યનું પહેલું gujco mart શરૂ કર્યું  ખેડૂત પાસેથી થશે સીધી ખરીદી
  1. Gujcomasol એ રાજ્યમાં પહેલું Gujco Mart નું ઉદ્ધાટન કર્યું
  2. અમદાવાદનાં સાયન્સ સીટી રોડ પર પહેલા ગુજકો માર્ટનું ઉદઘાટન
  3. GSC અધ્યક્ષ અજય પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું
  4. ઓર્ગેનિક ખોરાક લોકોને મળી રહે તે ઉદ્દેશ : દિલીપ સંઘાણી

અમદાવાદનાં (Ahmedabad) સાયન્સ સિટી રોડ વિસ્તારમાં ગુજકોમાસોલ (Gujcomasol) દ્વારા રાજ્યનું પહેલું ગુજકો માર્ટનું (Gujco Mart) ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ગુજકો માર્ટ થકી ઓર્ગેનિક પ્રોડક્ટ સાથે 25 પ્રકારની હેલ્થ કીટનું વેચાણ થશે. સાથે જ ગુજકો માર્ટથી ઓનલાઇન એપ્લિકેશન મારફતે પણ વેચાણ કરવામાં આવશે. GSC અધ્યક્ષ અજય પટેલનાં (GSC Chairman Ajay Patel) હસ્તે આ ઉદઘાટન કરવામાં આવ્યું છે. ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય લોકોને ઓર્ગેનિક ખોરાક મળી રહે તે છે.

Advertisement

આ પણ વાંચો - Mehsana : ભેખડ ધસી પડતા 5 નાં મોત, હજુ પણ 4 દટાયા હોવાની આશંકા

Advertisement

અમદાવાદમાં રાજ્યનાં પહેલા Gujco Mart નું ઉદઘાટન

અમદાવાદનાં સાયન્સ સિટી (Science City) ખાતે આજે GSC અધ્યક્ષ અજય પટેલનાં હસ્તે રાજ્યના પહેલા ગુજકો માર્ટનું (Gujco Mart) ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુજકોમાસોલ (Gujcomasol) દ્વારા આવનારા સમયમાં આવા 250 ગુજકો માર્ટ બનાવવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, ગુજકો માર્ટ મોટા શહેરોની સાથે-સાથે નાના તાલુકાઓમાં પણ કાર્યરત થશે. આ ગુજકો માર્ટ થકી ઓર્ગેનિક પ્રોડક્ટ સાથે 25 પ્રકારની હેલ્થ કીટનું વેચાણ થશે. સાથે જ ગુજકોમાર્ટ (Gujco Mart) દ્વારા ઓનલાઇન એપ્લિકેશન થકી પણ વેચાણ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - SWAGAT-સામાન્ય નાગરિકોનીની વિવિધ સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ-99.2% સફળતા

ઓર્ગેનિક ખોરાક લોકોને મળી રહે તે ઉદ્દેશ : દિલીપ સંઘાણી

માહિતી અનુસાર, આવનારા દિવસોમાં અમદાવાદ સાથે રાજકોટ (Rajkot), સુરત (Surat) અને વડોદરામાં (Vadodara) પણ ગુજકો માર્ટ કાર્યરત થશે. ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીએ (IFFCO Chairman Dilip Sanghani) આ અંગે નિવેદન આપતા કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય લોકોને ઓર્ગેનિક ખોરાક મળી રહે તે છે. સાથે ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા પણ પ્રયાસ છે. તેમણે કહ્યું કે, ખેડૂતને આવક વધે તે માટે ટ્રેનિંગ આપવામાં આવી છે. ગુજકો માર્ટ દ્વારા ખેડૂતો પાસે સીધી ખરીદી કરવામાં આવશે. જ્યારે ગુજકોમસોલ દ્વારા પ્રોડક્ટ મૂલ્ય વર્ધક બનવવામાં આવશે. સહકારથી લઈને સમૃદ્ધિ સુધી કામગીરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સહકારમાં ખેડૂત અને સહકાર લોકો એકબીજા સાથે સંકળાયેલા હોય છે.

આ પણ વાંચો - Rain in Gujarat : 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી!

Tags :
Advertisement

.