Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UN વિશ્વશાંતિ ધર્મ પરિષદમાં ગુજરાતીમાં સંબોધન કરી પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું હતું

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને અહીં સાંધ્ય સભામાં વિવિધ દિનોની ઉજવણી કરવામાં આવે છે જેમાં સામાજીક અને રાજકિય આગેવાનો ઉપસ્થિત રહે છે. જે અંતર્ગત આજે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી.ગુજરાતના સંસ્કાર ઘડતરમાં અમિટ યોગદાન આપનાર યુગપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ અને તેમની ગુણાતીત ગુરà
un વિશ્વશાંતિ ધર્મ પરિષદમાં ગુજરાતીમાં સંબોધન કરી પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું હતું
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને અહીં સાંધ્ય સભામાં વિવિધ દિનોની ઉજવણી કરવામાં આવે છે જેમાં સામાજીક અને રાજકિય આગેવાનો ઉપસ્થિત રહે છે. જે અંતર્ગત આજે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતના સંસ્કાર ઘડતરમાં અમિટ યોગદાન આપનાર યુગપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ અને તેમની ગુણાતીત ગુરુપરંપરા રહી છે. ગુજરાતના નૈતિક, સાંસ્કૃતિક, સામાજિક, આધ્યાત્મિક ઉત્થાનમાં રહ્યું છે પ્રમુખસ્વામી મહારાજનું અભૂતપૂર્વ પ્રદાન સાથે જ  ગરવી ગુજરાતના અર્વાચીન જ્યોતિર્ધર, ગુજરાતમાં વિશ્વકક્ષાના સર્જનો, પ્રવૃત્તિઓ અને મહોત્સવો કરનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ગુજરાતના ઇતિહાસમાં અમૂલ્ય પ્રદાનને ઉપસ્થિત મહાનુભાવોએ અંજલિ આપી હતી.
મોરબી રેલરાહત હોય કે 1987નો દુષ્કાળ, નર્મદા યોજના હોય કે 2001 ભૂકંપ, અનેકવિધ રાહતકાર્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજે લાખો ગુજરાતીઓને નવજીવન  આપ્યું. ગુજરાતમાં ભવ્ય અક્ષરધામ અને મંદિરો, આધ્યાત્મિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, તબીબી, પર્યાવરણીય સેવાઓ, વ્યસનમુક્તિ અભિયાનો, આદિવાસી ઉત્કર્ષ, અને અન્ય અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતના સર્વાંગી વિકાસમાં BAPS સંસ્થા અવિરત કાર્યરત રહી છે. વર્ષ 2000માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોજાયેલ વિશ્વશાંતિ ધર્મ પરિષદમાં પ્રમુખસ્વામી મહારાજે સૌપ્રથમ વાર ગુજરાતીમાં સંબોધન કરી ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું હતું.
ગુજરાતની સંસ્કૃતિને ઘડવામાં, તેને ઉદ્ધારવામાં, સંસ્કારવામાં અને અધ્યાત્મ પ્રત્યે અભિમુખ કરવામાં ભગવાન સ્વામિનારાયણનું  અભૂતપૂર્વ પ્રદાન છે. ભગવાન સ્વામિનારાયણે આદરેલાં સર્વતોમુખી સમાજ ઉત્કર્ષના કાર્યોની ભાગીરથીને તેઓની ગુણાતીત સંતપરંપરમાં પ્રમુખસ્વામી મહારાજે ગુજરાત, ભારત અને વિશ્વભરમાં પ્રવાહિત કરી. ગરવી ગુજરાતને ગુણવંતું બનાવવામાં જેઓનો સિંહફાળો છે તેવા વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના ગુજરાતના સમાજજીવનમાં વિરાટ ભૂમિકા અને તેમના પ્રદાનોને આજની સભામાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા અંજલિ આપવામાં આવી હતી.
  
સંધ્યા કાર્યક્રમ
સાંજે 4.45 વાગ્યે ધૂન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો. જાણીતા ગાયક શ્રી હેમંત ચૌહાણ, શ્રી કીર્તિદાન ગઢવી, શ્રી રાજભા ગઢવી અને શ્રી ઓસમાણ મીર દ્વારા ભજન સંગતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
નારી ઉત્કર્ષ મંડપમાં યોજાયેલ ગુરુ અને આધ્યાત્મિકતાના મહત્વ પર યોજાયેલ સેમિનાર
અભિલાષા કુમારી, પ્રથમ મહિલા જસ્ટિસ
ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ, મણીપાલ હાઇકોર્ટના પ્રથમ મહિલા જસ્ટિસ અભિલાષા કુમારીએ જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજ આદર્શ ગુરુ હતા અને તેમના મુખમાંથી નીકળેલ શબ્દમાત્ર ‘સત્સંગ’ સમાન હતો. ભગવાનની કૃપાથી જ આવા સત્સંગની પ્રાપ્તિ થાય છે. મહંતસ્વામી મહારાજે પણ આ દુર્લભ દેહે કરીને સત્સંગ કરી લેવો તે સમજાવ્યું છે.
જાનકી વસંત, ‘સંવેદના’ના સ્થાપક
રાષ્ટ્રપતિના હસ્તે ‘વિમેન પાવર એવોર્ડ’ વિજેતા તથા  ‘સંવેદના’ ના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી જાનકી વસંતે જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને હું અવાચક થઈ ગઈ છું.  BAPS સંસ્થાના કાર્યો વિશ્વવ્યાપી અને દીર્ધકાલીન છે. ગુજરાત ભૂકંપ સમયે BAPS  દ્વારા કરાયેલા સેવા કાર્યો અદ્વિતીય છે. 21 મી શતાબ્દીમાં BAPS  જેવી સંસ્થા દ્વારા નારી શક્તિ પોતાના મૂલ્યોને દ્રઢ કરી શકશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.