Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરદાર સરોવર બંધનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે કર્યું Reality Check, વાંચો અહેવાલ...

Reality Check: વડોદરાનાં હરણી તળાવમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના મોતની ઘટનાને લઈને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે. મૃતકના પરિવારમાં અત્યારે ભારે આક્રંદનો માહોલ જોવા મળે છે. આ દૂર્ઘટના મામલે મૃતકોના પરિવારજનો શાળા સંચાલકો પર...
સરદાર સરોવર બંધનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે કર્યું reality check  વાંચો અહેવાલ
Advertisement

Reality Check: વડોદરાનાં હરણી તળાવમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના મોતની ઘટનાને લઈને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે. મૃતકના પરિવારમાં અત્યારે ભારે આક્રંદનો માહોલ જોવા મળે છે. આ દૂર્ઘટના મામલે મૃતકોના પરિવારજનો શાળા સંચાલકો પર અને તંત્ર પર આક્ષેપો પણ કર્યા છે.

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો રિયાલિટી રિપોર્ટ

આ સાથે ગુજરાતના પ્રવાસન સ્થળો પર ચાલતી બોટિંગ સુવિધાઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે કેવડિયા સરદાર સરોવર નર્મદા બંધના તળાવમાં ચાલતા બોટિંગ સુવિધાઓમાં કેટલી સુરક્ષા કીટ? અને કેપેસિટી કેટલાની લાયસન્સ છે? તેવી દરેક બાબતોનું Reality Check કરવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ કેવડિયા પહોંચી છે.

Advertisement

રિયાલિટી ચેક કરતા સત્ય જાણવા મળ્યું

કેવડિયા એકતાનગરમાં જે બોટ સુવિધા પ્રવાસીઓ માટે ઊભી કરવામાં આવી છે જે વર્ષોથી ચાલી રહી છે. રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, અહીંયા સેફ્ટીની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે એટલે અહીંયા અત્યાર સુધી એક પણ દુર્ઘટના બની નથી. કેમ કે, બોટમાં બેસવા માટે ખાસ જેટી બનાવવામાં આવી છે. આ સાથે બોટની જે ધીમી ગતિ નક્કી કરવામાં એવી છે તે હિસાબે બોટ ચાલે છે.

Advertisement

બધા જ સેફ્ટી જેકેટ સાથે કરે છે કામ

આ સાથે સાથે અહીં આવતા પ્રવાસીઓને સેફ્ટી જેકેટ ફરજિયાત આપવામાં આવે છે. સ્ટાફ પણ જાતે સેફ્ટી જેકેટ પહેરીને કામગીરી કરે છે. આ બોટમાં 50ની કેપીસિટી નક્કી કરવામાં આવી છે, જેથી 50થી વધુ એક પ્રવાસી બેસાડવામાં આવતા નથી. નોંધનીય છે કે, આ મેનેજમેન્ટ પ્રમાણે જો બધા અનુસરે તો આવી કોઈ દુર્ઘટના સર્જાશે નહીં!

આ પણ વાંચો: ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક નીકળી રહ્યો છે ઝનાઝો, સમગ્ર વડોદરામાં આક્રંદ

બોટિંગ કરતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું

લાઈફ જેકેટ પહેર્યા પછી કઈ વાતોનું ખાસ ધાખવું જોઈએ તે બાબતે માહિતી આપતા બોટ સંચાલક દિલીપ તડવીએ કહ્યું કે, ‘બોટ પાણીમાં ચાલે તો તો બોટના કિનારે કોઈએ ના ઊરા રહેવું જોઈએ! બોટની બહારની બાજુમાં જૂકવું નહીં.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘જો સેફ્ટીનું ધ્યાન રાખવામાં ના આવે તો વડોદરા જેવી ઘટના બને તે સ્વાભાવિક છે.’

પહેલેથી જ સેફ્ટી જેકેટ પહેરાવી દેવામાં આવે છે

અહીં ફરવા આવેલા અવિનાશ કામરકરના પ્રવાસીએ કહ્યું કે, ‘અહીં બોટમાં બેસાડ્યા પહેલા જ અમને સેફ્ટી જેકેટ પહેરાવી દેવામાં આવ્યા અને સાથે તેના અનુરૂચ સુચનાઓ પણ આપવામાં આવી હતી. તેથી અમને સેફ્ટીનો અનુભવ થઈ રહ્યો છે. અહીં દરેક પ્રકારના નિયમોનું પાલન થઈ રહ્યું છે. બોટ પણ નિર્ધારીત કરેલી ગતિએ ચાલે છે.’

Tags :
Advertisement

Trending News

.

×