Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Farmers News: ખેડૂતોને સરકારએ આપી લાખોની ભેટ! 15 ઓગસ્ટ છે છેલ્લો દિવસ

Gujarat Farmers News: રાજ્યમાં બાગાયતી Farming ના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં ફળપાકોનું વાવેતર વધારવા રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષથી “ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન” શરુ કરવામાં આવ્યું છે. ફળપાકોનું...
gujarat farmers news  ખેડૂતોને સરકારએ આપી લાખોની ભેટ  15 ઓગસ્ટ છે છેલ્લો દિવસ
Gujarat Farmers News: રાજ્યમાં બાગાયતી Farming ના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં ફળપાકોનું વાવેતર વધારવા રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષથી “ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન” શરુ કરવામાં આવ્યું છે.
  • ફળપાકોનું મહત્તમ વાવેતર કરે તે માટે પ્રયાસો

  • Farming માં સહાય જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી

  • ઓનલાઈન અરજી કરીને આ યોજનાઓનો લાભ મેળવી શકશે

આ અભિયાન હેઠળ રાજ્યના વધુમાં વધુ Farmers  વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવીને ફળપાકોનું મહત્તમ વાવેતર કરે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.બાગાયતી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવા રાજ્ય સરકારે નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુકલ્ચર ખારેક, ફળપાક પ્લાન્ટીંગ મટેરીયલ્સમાં સહાય, કોમ્પ્રિહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, પપૈયા, આંબા, જામફળ, કમલમ ફળપાકના વાવેતર માટે સહાય અને સરગવાની Farming માં સહાય જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.

ઓનલાઈન અરજી કરીને આ યોજનાઓનો લાભ મેળવી શકશે

Farmers આ યોજનાઓનો સરળતાથી લાભ મેળવી, ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાનને વેગ આપી શકે તે માટે આઈ-ખેડુત પોર્ટલ આગામી તા. 15 મી ઓગસ્ટ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. Farmers આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને આ યોજનાઓનો લાભ મેળવી શકશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ/કોપી લઇ જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા Farmers ને બાગાયત નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.