GSSSB Recruitment 2024: GSSSB એ નવી ભરતીની કરી જાહેરાત, જાણો કેવી રીતે અરજી કરવી
GSSSB Recruitment 2024: દેશમાં સરકારી ભરતી માટે આતુરતાથી યુવા વર્ગ રાહ જોતો હોય છે. ત્યારે સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવે છે, તે સમયે સરકારી પ્રદ્ધતિની અવગત નહીં, હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ અમુક પરીક્ષામાં અરજી કરવામાં નાકામયાબ રહેતા હોય છે. તેના કારણે કેટલીક વાર સરકારીએ જાહેર કરેલી ભરતીમાં યોગ્ય વ્યક્તિ પણ કેટલીક વાર આ ઘટનાનો ભોગ બનતો હોય છે. તો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 60 જગ્યા પર એક નવી ભરતીની જાહેરાત કરાઈ છે.
અરજી કેવી રીતે કરવી
શૈક્ષણિક લાયકાત
પગાર ધોરણ
વય મર્યાદા
તો GSSSB દ્વારા પ્રોબેશન ઓફિસર વર્ગ 3 માટે ભરતી જાહેર કરાઈ છે. ત્યારે આ ભરતી માટે દરેક ઈચ્છુક ઉમેદવારે ઓનલાઈન અરજી કરવી પડશે. તો ઉમેદવારની અરજી કરવાની સમયમર્યાદા 16 જુલાઈથી 31 જુલાઈ 2024 ની વચ્ચે નક્કી કરવામાં આવી છે. તો આ ભરતીમાં બિન અનામત વર્ગ માટે રૂ. 500 અને અનામત વર્ગ માટે રૂ. 400 ફી નક્કી કરવામાં આવી છે.
ભરતી સંપૂર્ણ વિગત વાંચો: gsssb class 3 recruitment 2024
અરજી કેવી રીતે કરવી
- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લેવી
- ત્યાર પછી Online Application માં Apply ના વિકલ્પ પર ક્લિક કરવું
- તે પછી ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને સંવર્ગના નામ પર ક્લિક કરી Apply કરવું
- ત્યારબાદ ઉમેદવારે તેની તમામ માહિતી અહીં જાહેર કરવાની રહેશે
- અંતે અરજી સબમિટ થઈ જાય પછી સબૂત સ્વરૂપે એખ પ્રિન્ટે કે પીડીએફ રાખવી
શૈક્ષણિક લાયકાત
- સરકાર દ્વારા માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી સામાજિક વર્ગ અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં મુખ્ય વિષય સાથએ સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ
- ગુજરાત સિવિલ હોસ્પિટલમાં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશન મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે
- ગુજરાતી કે હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે
પગાર ધોરણ
પ્રોબિશન અધિકારી વર્ગ 3 ની જગ્યા પર નિમણૂંક ઉમેદવારો માટે પગાર ધોરણની વાત કરીએ તો સરકાર દ્વારા નક્કી કરેલા ઠરાવો આધારે પગાર ધોરણ અન અન્ય ભથ્થાં મળવા પાત્ર છે. ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ નક્કી કરેલા પગાર ધોરણ મુજબ રૂ. 40,800 મળશ અને નિયમિત નિમણૂકનું આરઓપી 2016 મુજબનું ધોરણ રૂ. 29,200 થી લઈને રૂ. 92,300 લેવલ-5 સુધી મળશે.
વય મર્યાદા
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ બેઠળના ખાતાના વડા નિયામક, સમાજ સુરક્ષાની કચેરી હસ્તરની પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી વધારે અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ.
આ પણ વાંચો: VADODARA : રહસ્યમય સંજોગોમાં પશુ અવશેષ મળી આવતા ચકચાર