Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્મૃતિવનની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને અંજલી અર્પી

કચ્છની મુલાકાતે પધારેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જીવનની ઉત્પત્તિ તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરીઝ...
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્મૃતિવનની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને અંજલી અર્પી

કચ્છની મુલાકાતે પધારેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જીવનની ઉત્પત્તિ તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરીઝ નિહાળી હતી. મ્યૂઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે. અહીં રાજયપાલે અત્યંત દ્રવિત હ્રદયે ભૂકંપનો અનુભવ કર્યો હતો.

Advertisement

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

સ્મૃતિવનમાં મ્યૂઝિયમની કુલ સાત ગેલેરી છે, જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પુનઃજન્મ, પુનઃપ્રાપ્તિ, પુનઃસ્થાપના, પુન:નિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને નવીનીકરણ નિહાળીને દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદા, આપદા સામેની ભવિષ્યની તૈયારીઓ વિશે વિગતો‌ મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કલા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપદા સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના કચ્છની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રાને વીડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી નિહાળી હતી. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના સંસ્મરણો વીડિયોના માધ્યમથી રાજયપાલ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

Advertisement

અહેવાલ : કૌશિક છાંયા

આ પણ વાંચો : ડો. મનસુખભાઇ માંડવીયાનું ગોંડલ ખાતે કરાયું ભવ્ય સ્વાગત, વાંચો અહેવાલ

Advertisement

આ પણ વાંચો : GIR SOMNATH : ક્રાઇમ બ્રાન્ચે કર્યો લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, ગામના યુવકને શિકાર બનાવી પડાવ્યા હતા 1.24 લાખ

આ પણ વાંચો : રાજ્ય સરકાર દ્વારા ગોધરા ST નિગમને આધુનિક સુવિધા ધરાવતી 54 નવીન એસટી બસોની ફાળવણી કરાઈ

Tags :
Advertisement

.