Gold Prices Today : સતત પાંચમા સપ્તાહે સોના-ચાંદીમાં તેજી યથાવત
Gold Prices Today: વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં વૃદ્ધિ નોંધાઈ હોવા છતાં સ્થાનિક બજારોમાં ભાવ સ્થિર રહ્યા છે. જેની પાછળનું કારણ ઘરાકીનો અભાવ છે. અમદાવાદ ખાતે સોનાની કિંમત (Gold price) આજે પણ રૂ.76000 પ્રતિ લેવલે પર સ્થિર રહી હતી. જે ગઈકાલે ઓલટાઈમ હાઈ 76200 સામે રૂ. 200 ઘટી હતી. ચાંદી પણ રૂ. 84000 પ્રતિ કિગ્રાના લેવલે સ્થિર રહી હતી.
સોનામાં પ્રોફિટ બુકિંગ થઈ શકે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે જિયોપોલિટિકલ તણાવ વચ્ચે કોમેક્સ સોનુ 72500-72800ની રેન્જમાં ટ્રેડ થયુ હતું. બંને દેશો વચ્ચે સમજૂતીના કોઈપણ સંકેતો સોનામાં પ્રોફિટ બુકિંગનું કારણ બની શકે છે. બીજી બાજુ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આ વર્ષે કોઈ ઘટાડો ન કરવાની જાહેરાત વચ્ચે ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે. આ પડકારોના લીધે મોંઘવારી વધી તો વ્યાજદરમાં વધારો થવાની ભીતિ પણ સર્જાઈ છે.
સતત પાંચમા સપ્તાહે સોના-ચાંદીમાં તેજી
વૈશ્વિક સ્તરે સોનુ ટ્રેડિંગના શરૂઆતના સેશનમાં 2417.59 ડોલર પ્રતિ બેરલે ટોચ નજીક પહોંચ્યા હતા. જો કે, બાદમાં વધ્યા મથાળેથી ઘટી 2380.75 પર ક્વોટ થયા હતા. ગત સપ્તાહે ગ્લોબલ સ્પોટ ગોલ્ડની કિંમત ઐતિહાસિક સ્તરે 2431.29 ડોલર પ્રતિ ઔંશ થઈ હતી. સતત પાંચમા સપ્તાહે સોના-ચાંદીમાં તેજી જોવા મળી છે.
સોનાના ભાવવધારા પાછળ આ રહ્યું કારણ
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 23 ફેબ્રુઆરીએ 24 કેરેટ સોનાની કિંમત 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે હવે વધીને 73,300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સોનાની કિંમતમાં બે મહિનાથી ઓછા સમયમાં 11,000 રૂપિયાનો વધારો નોંધાયો છે.
ચાંદીના ભાવ પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યા
માત્ર સોનું જ નહીં, ચાંદીના ભાવમાં પણ છેલ્લા બે મહિનામાં જબરદસ્ત વધારો નોંધાયો છે. બે મહિનાથી ઓછા સમયમાં ચાંદી 16,847 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. IBJAની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 23 ફેબ્રુઆરીએ ચાંદીની કિંમત 69,653 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે 16 એપ્રિલે વધીને 86,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.
હજી સોનું મોંઘું થવાના એંધાણ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવને કારણે સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં, વિશ્વભરના રોકાણકારો અને કેન્દ્રીય બેંકો સોનામાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સોનાની વધતી માંગની અસર તેની કિંમતો પર દેખાઈ રહી છે. નિષ્ણાતોના મતે આગામી કેટલાક મહિનામાં સોનાના ભાવમાં ઘટાડો થવાની આશા ઓછી છે. આવી સ્થિતિમાં સસ્તા સોનાની આશા રાખતા લોકોને મોટો આંચકો લાગી શકે છે.
આ પણ વાંચો - Share Market : 4 દિવસના ઘટાડા બાદ શેરબજારમાં તેજી,Nifty 22000 ને પાર
આ પણ વાંચો - એલોન મસ્કની કંપની Tesla ના શેર ગગડ્યા, જાણો શું છે કારણ
આ પણ વાંચો - GDP Data : ભારતની અર્થવ્યવસ્થાને લઈને IMF એ આપ્યું ચોંકાવનારું અપડેટ, જાણો શું કહે છે Report…